- રોજની સરેરાશ 30થી 40 ડેડ બોડી આવે છે
- સ્મશાનોમાં લાગી લાઈનો
- એક સાથે 7 ચિતા સળગી રહી છે
ગાંધીનગર: જિલ્લાના મુક્તિધામ સ્મશાનની અંદર કોરોનાનું ભયાનક સ્વરૂપ સામે આવી રહ્યું છે. અહીં રોજની સરેરાશ 30થી 40 કોરોનાગ્રસ્ત લોકોની ડેડ બોડી લાવવામાં આવી રહી છે. એક સાથે 7 ડેડ બોડીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જે માટે 4 કલાક સુધી રાહ જોવાનો લોકોને વારો આવે છે. ચિતાઓ લોકોની ચિંતાનું કારણ બની રહી છે. કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે.
આ પણ વાંચો: સરકારી ચોપડે માત્ર 4 મોત છતાં તંત્ર દ્વારા નવા 5 સ્મશાનગૃહો બનાવવાની તૈયારી શરૂ
હવે તો લોકોને અગ્નિદાહ આપવા માટે પણ કલાકો સુધી બેસી રહેવું પડે છે
મુક્તિધામ સ્મશાનની અંદર CNG બે સ્મશાનો આવેલા છે. જેમાં એક સ્મશાન 14 એપ્રિલથી 15 એપ્રિલે બપોર સુધી CNG ભઠ્ઠીના દરવાજાની અંદરની પાઇપ પીગળી જતા બંધ રહ્યું હતું. આ વાત માત્ર વિચાર કરી મૂકે તેવી છે. 24 કલાક ચિતાઓ સળગી રહી છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સ્મશાનમાં જોવા મળી રહી છે. લોકો CNG સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોની ડેડ બોડી લઈને આવતા હોય છે ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કોરોના પ્રકોપ, મુક્તિધામમાં CNG ભઠ્ઠી સતત બળતી રહેતા દરવાજાની એંગલ પીગળી ગઈ
ગાંધીનગરમાં મૃત્યુદર દિવસેને દિવસે વધી રહ્યો છે
સ્મશાનોમાં દિવસેને દિવસે વેઈટિંગ વધી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં મૃત્યુદર ડબલ જેટલો થયો છે. એક સમયે મુક્તિધામમાં 24 કલાકમાં 15 ડેડ બોડી આવી રહી હતી. અત્યારની પરિસ્થિતિ જોતા ડેડ બોડીની લાઈન લાગી રહી છે. જેથી અહીં આવેલા લોકો પણ ન છૂટકે લોકડાઉનની માંગ કરી રહ્યા છે. સૌથી વધુ કોરોનાના કેસો પણ આવી રહ્યા છે.