- દિવાળી બાદ સતત વધી રહ્યો છે કોરોના
- 8 જિલ્લામાં નોંધાયા કોરોના કેસો
- 3 કોર્પોરેશનમાં પણ કોવિડે માથું ઊંચક્યું
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases in gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (Corona transition) કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
મહેસાણા-બનાસકાંઠામાં પણ કોરોના કેસ
13 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન-અમદાવાદ (coronavirus in ahmedabad), સુરત બરોડામાં કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 8 જિલ્લા-વલસાડ, નવસારી, બનાસકાંઠા, ગિરસોમનાથ, મહેસાણા, સુરત, તાપી અને પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (corona positive cases) નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 6 દર્દીઓને રજા આપવામાં આવી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન- અમદાવાદ, સુરત અને બરોડા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 6 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 4,26,516 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
આજ રોજ 13 નવેમ્બરના રાજ્યમાં કુલ 4,26,516 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 27,978 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 2,82,956 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,41,80,817 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 226
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 226 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 220 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,090 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી, 5 સેમ્પલ પોઝિટિવ આવ્યા
આ પણ વાંચો: India fight Corona: કોરોના સામેની લડાઈ પુન: શરૂ, પોલીસે સઘન માસ્ક ચેકિંગ શરૂ કર્યું