- રાજ્ય સરકાર નિષ્ફળતા છુપાવવા મોતના આંકડા છુપાવી રહી હોવાનો આક્ષેપ
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા પ્રહાર
- રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપે
- છેલ્લા 10 દિવસમાં 27,000થી વધુ પરિવારજનોએ આપી માહિતી
ગાંધીનગર : અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ખાસ સર્વે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્વે અભિયાન ફક્ત દસ દિવસની અંદર જ google સીટના માધ્યમથી 10,000 મૃતકના પરિવારજનોએ પોતાના મૃતકની માહિતી કોરોનાથી મોત થયું હોવાની આપી છે. જ્યારે 17,000 જેટલા લોકોએ ગ્રામ્ય વિસ્તારમાંથી ફિઝિકલ ફોર્મ ભરીને માહિતી આપી છે. જ્યારે હજુ પણ આ સર્વે આગામી દિવસોમાં પણ કાર્યરત રાખવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી રહી છે તે માહિતીમાં Corona death toll અમુક ભાગ છુપાવી રાખવામાં આવતો હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતાં.
સ્મશાન અને કબ્રસ્તાન ભરેલાં પણ સરકાર કહે બધું બરાબર છે
અમિત ચાવડાએ વધુ જણાવ્યું હતું કે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં રાજ્યના મોટાભાગના સ્મશાનો અને કબ્રસ્તાનમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોને અંતિમ સંસ્કાર માટે અંતિમ ક્રિયા માટે કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડતું હતું. પરંતુ આવી પરિસ્થિતિઓ મીડિયાએ લોક ઉજાગર કરી હોવા છતાં પણ રાજ્ય સરકાર સબ ઠીક હેના નારા લગાવી રહી હતી. આ ઉપરાંત રેકોર્ડ પર 1.23 લાખ વધુના મોત નીપજ્યા છે, પરંતુ રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની માહિતી બહાર પાડતી નથી. જ્યારે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ત્રણથી ચાર ગણાં મોત વધારે થયા હોવાનું નિવેદન અમિત ચાવડાએ કર્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરમાં વધુ ઝડપે કોરોનાનો રીપોર્ટ મળે તે માટે ફાળવાયું આધુનિક મશીન
સરકારના મિસ મેનેજમેન્ટથી લોકોના મોત
અમિત ચાવડા વધુમાં આક્ષેપ કર્યો હતો કે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં લોકોને ઇન્જેક્શન મળી રહ્યાં ન હતાં. દવાખાનામાં સારવાર માટેની વ્યવસ્થા અને જગ્યા પણ પૂરતા પ્રમાણમાં ન હતી. ત્યારે covid-19માં જેટલા લોકો મૃત્યુ પામ્યાં છે તેનાથી વધુ લોકો સરકારના મિસ મેનેજમેન્ટથી મૃત્યુ પામ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતાં.
રાજ્ય સરકાર 4 લાખની સહાય આપે
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર સમક્ષ માગ કરી હતી કે રાજ્યમાં કોરોનાથી થયેલ મોતમાં રાજ્ય સરકાર મૃતકના પરિવારજનોને બીજા સ્ટેટસ મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે ચાર લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જ્યારે ગુજરાત કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા survey of Corona's death સર્વેનો આંકડો પણ રાજ્ય સરકારને આપવામાં આવશે અને આ તમામ પરિવારજનોને કે તેઓના સ્વજનો કોવિડમાં જીવ ગુમાવ્યો છે તેમને 4 લાખની સહાય આપવાની માગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે. જ્યારે આ અભિયાન હજુ પણ આવનાર દિવસોમાં યથાવત રહેશે.
આ પણ વાંચોઃ Vaccination: GMDC ગ્રાઉન્ડમાં રસી લેવા માટે લાગી લાંબી લાઈન