ETV Bharat / city

રાજ્યના 3 ટાપુઓને પ્રવાસન માટેના હોટસ્પોટ તરીકે વિકસાવાશે : મુખ્યપ્રધાન રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) ની અધ્યક્ષતામાં આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Island Development Authority) ની ચોથી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના બેટ દ્વારકા ટાપુમાં 15, શિયાળ બેટમાં 20 અને પિરોટન ટાપુના 12 મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિચારણા હાથ ધરવામાં આવી હતી અને તેને લગતા વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

રાજ્યના 3 ટાપુઓને પ્રવાસન માટેના હોટસ્પોટ તરીકે વિકસાવાશે

author img

By

Published : Jun 25, 2021, 8:43 PM IST

  • મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી Island Development Authority ની બેઠક
  • ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં શિયાળબેટ, પિરોટન અને બેટ દ્વારકા માટે લેવાયો નિર્ણય
  • બેટ દ્વારકામાં 29 કરોડના કામ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગી કરાઈ

ન્યૂઝ ડેસ્ક : મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) ના અધ્યક્ષસ્થાને મળેલી આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Island Development Authority) ની 4થી બેઠકમાં બેટ દ્વારકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

શું છે આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ?

ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ ટાપુઓ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં ભારત સરકારની આઈલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આઈલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક, સામાજિક તેમજ સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

બેટ દ્વારકામાં 35.75 કરોડ રૂપિયાના કામો

બેટ દ્વારકામાં ઇકો ટૂરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેક્ટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રૂપિયા 28.75 કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

શિયાળબેટ ખાતે રૂપિયા 35.75 કરોડ રૂપિયાના કામો

શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયોલોજીકલ ડિસ્પ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટૂરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેક્ટસના કુલ 35.75 કરોડના કામો માટે પણ એજન્સી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જ્યારે પિરોટન ટાપુ માટે ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટૂરિઝમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર સ્કિલ્ડ મેનપાવર પૂરો પાડશે

મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારકા ITI ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર (Marine Skill Training center) તરીકે વિકસાવવામાં આવશે. આ સંદર્ભે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારકા, પિરોટન અને શિયાળ બેટ ટાપુઓ પર સાકાર થનારા ૪૭ જેટલા પ્રવાસન વિકાસના, એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચર એજ્યુકેશન તેમજ ફિશરીઝ સેક્ટરના પ્રોજેક્ટસને અનુરૂપ સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત ઊભી થશે. તેને આ મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર (Marine Skill Training center) પૂરી કરી શકશે. જેના થકી સ્થાનિક યુવાઓને રોજગારનો અવસર પણ મળશે.

ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન દ્વારા આ નવા કોર્ષ શરૂ કરાશે

  • નેચર એન્વાયરેમન્ટ/એજ્યુકેશન ટૂર ગાઇડ
  • કોરલ ટૂર ગાઇડ
  • મરિન બાયોલોજીસ્ટ ટુરિઝમ
  • એડવેન્ચર સ્કાઉટ
  • પેરાસેઇલીંગ ડ્રાઇવર
  • પેરાસેલિંગ ગાઇડ
  • લાઇફ ગાર્ડ
  • બોટ ઓપરેટર
  • મરિન કેપ્ચર ફિશરમેન કમ પ્રાયમરી પ્રોસેસર
  • ફિશીંગ એન્ડ સી ફૂડ પ્રોસેસિંગ ટેક્નિશિયન

વિવિધ ખ્યાતનામ સંસ્થાઓ સાથે કરાશે જોડાણ

આ તદ્દન નવા પ્રકારના અભ્યાસક્રમો હોવાથી તેમના ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્ટેન્ટ, ફેકલ્ટી ડેવલપમેન્ટ વગેરે ટેક્નિકલ આસિસ્ટન્સ અને સપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વોટર સ્પોર્ટસ,ગોવા જેવી ખ્યાતનામ સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવશે, તેમ પણ બેઠકમાં ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.