- રાજ ભવનથી કોરોના વોરિયર્સને મદદ
- 26 હજાર કિટ કોરોના વોરિયર્સને એનાયત કરાઈ
- રાજભવન કોરોના યજ્ઞ નેજા હેઠળ આપવામાં આવી કિટ
- આવનારા સમયમાં વધુ કિટોનું થશે વિતરણ
ગાંધીનગર : આ બાબતે રાજ્યપાલ દેવવ્રત જણાવ્યું હતું કે રાજ્યમાં એક લાખ જેટલા કોરોના વોરિયર્સને ટિકિટ આપવાનો ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પ્રથમ તબક્કામાં 1 લાખ કિટ પૈકીની 26000 કીટ રાજ્યના અલગ અલગ જિલ્લામાં મોકલવામાં આવી છે. જ્યારે કોરોનાકાળમાં રાજ્યના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો જુસ્સો વધે તે હેતુથી કાર્ય કરવામાં આવી રહ્યું છે. 1 લાખ કિટ આપવાનો ટાર્ગેટ છે.
ગુજરાતમાં કેસ ઘટતા જાય છે : રાજ્યપાલ
એપ્રિલ માસમાં રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો ત્યારે આજના કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય રાજ્ય સરકારની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે ગુજરાત હવે વિજય તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે હવે લોકોએ અને જાહેર જનતાએ પણ ફરજિયાત માસ્ક પહેરવું સામાજિક અંતર રાખવું અને વારંવાર હાથ ધોઈને સાવચેત રહેવું પડશે તો જ કોરોનાથી બચી શકાશે.
બાઈટ..
રાજ્યપાલ દેવવ્રત આચાર્ય
આ પણ વાંચોઃ શિક્ષકો માટે રાહત : Teacher Eligibility Test ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરાઈ
આવનારા સમયમાં વધુ કિટનું વિતરણ થશે
મહત્વની વાત કરવામાં આવે તો આજે 26,000 જેટલી કિટનો કોરોના મહાયજ્ઞના નેજા હેઠળ રાજ્યના અલગ અલગ જિલ્લામાં અને સરકારી હોસ્પિટલમાં કિટનું વિતરણ કરવા માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં વધુમાં વધુ કિટનું વિતરણ કરવામાં આવશે તેમ પણ રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ જણાવ્યું.
પહેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર આપવામાં આવ્યાં છે
અગાઉ પણ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને યુવા unstoppableની ટીમ દ્વારા કોના મહાયજ્ઞના નેજા હેઠળ રાજ્યની સિવિલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન કંસ્ટ્રેટર અને વેન્ટિલેટર પણ આપવામાં આવ્યા હતા ત્યારે હજુ પણ આવનારા સમયમાં પણ આ કાર્ય યથાવત રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ World Bicycle Day : જાણો શું કહેવું છે અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટના વેપારીઓનું