ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 24 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 7 જિલ્લામાં નોંધાયા કેસ - Corona case

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

રાજયમાં 24 કલાકમાં 24 કેસ નોંધાયા
રાજયમાં 24 કલાકમાં 24 કેસ નોંધાયા
author img

By

Published : Jul 19, 2021, 10:18 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીના મોત
  • અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 3 અને રાજકોટમાં 14 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના (corona) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસ(positive case) માં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો, આજે રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 24 જેટલા કોરોના પોઝિટિવ કેસ (corona positive case) નોંધાયા છે, જ્યારે આજે 74 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન અને 7 જિલ્લાના વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 05 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 26 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના (corona)ને માત આપી છે.

આજે 3,92,953 વ્યક્તિઓનું કરાયું રસીકરણ

જ્યારે રાજ્યમાં આજે 19 જુલાઈના રોજ 3,92,953 વ્યક્તિને રસી આપવામાં આવી છે, જ્યારે રાજ્યમાં કુલ 2,97,34,479 વ્યક્તિને રસી (vaccine)આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુની વયના 2,11,764 લોકોને પ્રથમ ડોઝ અને 8233 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 550થી નીચે નોંધાયા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 543 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 537 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,998 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.72 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.