ETV Bharat / city

સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાના 6 બનાવમાં 22 આરોપીની પાસા હેઠળ ધરપકડ: DGP - ETVBharatGujarat

સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરનારા લોકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાના જુદાજુદા ગુનાઓમાં 22 લોકોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાના 6 બનાવમાં 22 આરોપીની પાસા હેઠળ ધરપકડ: DGP

author img

By

Published : Apr 23, 2020, 7:57 PM IST

ગાંધીનગરઃ કોરોના યોદ્ધાઓ'' ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ કે અન્ય સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાના ત્રણ જુદા-જુદા ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસમથકની હદમાં 17 એપ્રિલના રોજ હુમલો કરનારી એક વ્યક્તિને ગતરોજ ''પાસા'' હેઠળ પકડી તેને સુરત જેલને હવાલે કરી દેવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાના 6 બનાવમાં 22 આરોપીની પાસા હેઠળ ધરપકડ: DGP

સાબરકાંઠાના બાલીસણા ગામે આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરનારી ત્રણ વ્યક્તિઓ પર પ્રાંતિજ પોલીસે કાર્યવાહી કરી તેમને રાજકોટ, સુરત અને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લાના બાયડમાં તા. 11 એપ્રિલે પોલીસ ઉપર હુમલો કરનારા 11 લોકો સામે કાર્યવાહી કરીને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. રાજ્યના છ ગુનાઓમાં 22 આરોપી વિરુદ્ધ ''પાસા'' હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની વિવિધ જેલોમાં અંદર કરી દેવામાં આવ્યા છે. આ પૈકી ચાર કિસ્સાઓ પોલીસ કર્મચારી,એક કિસ્સો આરોગ્ય કર્મચારી તથા એક કિસ્સો મહેસૂલના કર્મચારી ઉપર કરવામાં આવેલા હુમલાનો છે. તબ્લીગી જમાત વિરુદ્ધ વધુ ચાર ગુનાઓ આજે નોંધ્યા હોવાનું જણાવ્યું હતું. સુરત ગયેલા ભરૂચના 4 તબ્લીગીઓ એમ્બ્યુલન્સમાં પરત ફરતા તેમની અને તેમની મદદગારી કરનારા 2 લોકો વિરુદ્ધ એમ મળીને કુલ 6 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય કિસ્સામાં ભરૂચથી મધ્યપ્રદેશના જાબુઆ ગયેલા અને ભરૂચ પરત આવેલા 4 સામે, ત્રીજી ઘટનામાં ગાંધીનગરથી મહારાષ્ટ્રના ભુસાવળ ગયેલા એક સામે ગઈકાલે અને વધુ એક સામે આજરોજ ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તબ્લીગી ઉપરાંત સુરા જમાતના 19 લોકો સામે પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 164, 147 અને 107 ગુનાઓ નોંધીને ક્રમવાર 197, 167 અને 119 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 189 ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં 335 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ડ્રોનના સર્વેલન્સથી 317 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7,850 ગુના દાખલ કરીને 16,064 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 83 ગુના નોંધીને 104 લોકોની અટકાયત કરાઈ છે. સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગતરોજના 19 ગુના સહિત અત્યાર સુધીમાં 421 ગુના દાખલ કરીને 795 આરોપીની અટકાયત કરી છે તેમ જ 17 સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ગતરોજ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) તથા વિડીઓગ્રાફી મારફત અનુક્રમે 60 અને 119 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 386 અને વીડિયોગ્રાફી દ્વારા 578 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 34 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જયારે આજદિન સુધીમાં 232 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.22મીથી આજ સુધીના કુલ 2271 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 853 તથા 425 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4,331 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3,177 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.