ETV Bharat / city

2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ

રાજ્યમાં લાભ પાંચમથી એટલે કે, આવતી કાલથી મગફળી ખરીદ (Purchase of groundnuts) પ્રક્રિયા તમામ APMCમાં 155 સેન્ટર પરથી શરૂ થઈ રહી છે ત્યારે મગફળી ખરીદી માટે સરકારે વીડિયોગ્રાફીની મદદ લીધી છે. સમગ્ર ખરીદ પ્રક્રિયા CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ કરાશે. જેમાં 2.65 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, ત્યારે તમામ પ્રકારની સુવિધા આ સેન્ટર પરથી મળી રહે તેનું ધ્યાન ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાખવામાં આવ્યું છે.

2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ
2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ
author img

By

Published : Nov 8, 2021, 3:44 PM IST

  • વીડિયોગ્રાફીથી ખરીદ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે
  • CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ ખરીદી કરાશે
  • તમામ સેન્ટરો પર કામગીરીમાં 450થી વધુ કર્મચારીઓ રોકાયેલા રહેશે

ગાંધીનગર: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી (Purchase of groundnuts) કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવાર સવારે 9 કલાકથી લાભ પાંચમથી મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જામનગર ખાતેથી મગફળી ખરીદીની શરૂઆત કરાવશે, ત્યારે રાજ્યના નક્કી કરાયેલા 155 APMC કેન્દ્રો પર મગફળી ખરીદ પ્રક્રિયા હાથ ધરાશે. મગફળી ખરીદીના અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખી ચાલુ વર્ષે નિગમે ખરીદ પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તેના માટે 120 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.

2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ

ખેડૂતોને SMS કરી આગાઉથી જાણ કરવામાં આવશે

અન્ન નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ કહ્યું કે, આ કેન્દ્ર પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ કલેક્ટરની સાથે મિટિંગ થઈ હતી. ત્યાર બાદ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. તમામ જિલ્લામાં આ સુવિધા અપાશે. આ ઉપરાંત દરેક APMC સેન્ટર ખાતે અમારા કેન્દ્ર CCTV કેમેરા અને કોમ્પ્યુટરથી ઓપરેટર થશે. કોમ્પ્યુટર, પ્રિન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેટલા ખેડૂતો વેચવા આવે છે તેનો અંદાજ લગાવી અમે રોજ એક સેન્ટર પર 50થી લઈને 100 ખેડૂતોને SMS કરીશું. એ રીતે ખેડૂતો આવતા જશે અને ખરીદી થતી જશે.

મગફળી ખરીદીમાં કૌભાંડ ના થાય માટે સેમ્પલ તપાસ કરતી એજન્સી પર પણ સુપરવિઝન રખાશે

મગફળી કૌભાંડ ના થાય તેને લઈને તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ બનાવ બન્યો હતો, પરંતુ જ્યારથી નિગમે આ કામ હાથમાં લીધું છે અને સરકારે જ્યારથી નિગમને સ્ટેટ લેવલ નોડલ એજન્સી બનાવી છે, ત્યારથી આ પ્રકારના કોઈ બનાવ બન્યા નથી. તકેદારીના ભાગરૂપે તેના માટે CCTV કેમેરા, વિડિયોગ્રાફીથી મોનીટરીંગ કરીએ છીએ. આ ઉપરાંત ગ્રીડિંગ એજન્સી છે, કે જે મગફળીના સેમ્પલ લઈ તેને પાસ કે રિજેક્ટ કરે છે. તેના ઉપર પણ સુપરવિઝન માટે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી-કર્મચારીઓને પણ સતત નજર રાખવા સૂચન કર્યા છે, તેઓ સતત નજર રાખી સુપરવિઝન કરશે. આ ઉપરાંત 120 જેટલા કર્મચારી, અધિકારીઓને પણ એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત સુપરવિઝન માટે લીધા છે. જેઓ સતત મોનિટરિંગ કરશે.

આ વર્ષે આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન

વીડિયોગ્રાફીથી ખરીદ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે

CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ ખરીદી કરાશે

રાજ્યમાં 155 APMC કેન્દ્રો મગફળી ખરીદી માટે નક્કી કરાયા

450થી વધુ કર્મચારીઓ તમામ સેન્ટરો પર કામગીરીમાં રોકાયેલા રહેશે

આઉટ સોર્સિંગ એજન્સીને પણ કામગિરી સોંપાઈ

150 કૃષિ યુનિવર્સિટીના અધિકારી-કર્મચારીઓને ખરીદ પ્રક્રિયાનું સુપરવિઝન સોંપાયું

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક: મગફળીની ખરીદીને એકતા દિવસની ઉજવણી બાબતે થશે ચર્ચા

છેલ્લા 2 વર્ષના ટેકાના ભાવ

વર્ષ 2020-21માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.5275 અને વર્ષ 2021-22માં રૂ.5550ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2019-20માં 5,00,546 મેટ્રિક ટન અને વર્ષ 2020-21માં 2,02,591 મેટ્રિક ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Lakhimpur Violence: કારચાલકે ખેડૂતોને કચડી નાખ્યા, વીડિયો થયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.