ETV Bharat / city

ગુજરાતના 2.47 કરોડ લોકોને હજુ સુધી નથી મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ - corona vaccine

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વસ્તી પ્રમાણે 18 વર્ષથી વધુ ઉંમરના 4 કરોડ 90 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે ત્યારે અત્યાર સુધી લોકોને પ્રથમ અને બીજો ડોઝ ટોટલ 3,18,06,252ને મળ્યો છે. જેમાં 2,42,91,475ને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 75,14,777 લોકોને જ બીજો ડોઝ મળ્યો છે. જો 4.90 કરોડ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો છે એ હિસાબથી જોઈએ તો હજુ પણ 2,47,08,625 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે.

ગુજરાતના 2.47 કરોડ લોકોને હજુ સુધી નથી મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ

author img

By

Published : Jul 27, 2021, 2:28 PM IST

  • રાજ્યની 6.47 કરોડ વસ્તી જેમાં 18થી વધુ વયના 4.90 કરોડને અપાશે વેક્સિન
  • અત્યાર સુધી 2,42,91,475 ને પ્રથમ ડોઝ મળ્યો
  • પ્રથમ અને બીજો ડોઝ ટોટલ 3,18,06,252ને મળ્યા

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં અંદાજીત 6 કરોડ 47 લાખ લોકોની વસ્તી છે. ત્યારે 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 90 લાખ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરવાનો ગુજરાતનો ટાર્ગેટ છે ત્યારે તેનાથી અડધા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હજુ પણ ગુજરાત રાજ્ય વેક્સિન આપવાના ટાર્ગેટ પ્રમાણે પાછળ છે. તેવામાં બુધવાર અને રવિવારના રોજ વેક્સિન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે તે સેન્ટરો પર દરરોજ સાંજે અથવા રાત્રે વેક્સિન પહોંચાડવામાં આવે છે. જેથી સેન્ટરો પણ વેક્સિનના જથ્થા પ્રમાણે ઓછા વધારે કરવામાં આવતા હોય છે. આ જ સ્થિતિ રહી તો અંદાજિત ચાર મહિનામાં ટાર્ગેટ પ્રમાણે પ્રથમ ડોઝ પૂર્ણ થશે.

રાજ્યમાં 2,200થી વધુ કેન્દ્રો પર દરરોજ આપવામાં આવી રહી છે વેક્સિન

રાજ્યમાં આમ તો 5000 કેટલા વેક્સિન સેન્ટર પરથી વેક્સિન આપવાનો ટાર્ગેટ રાજ્ય સરકારનો હતો પરંતુ વેક્સિનનો જથ્થો ઓછો પડતા પહેલા વધારવામાં આવેલા વેક્સિન સેન્ટરો ફરી ઘટાડવામાં આવ્યા હતા અત્યારે લગભગ 2,200થી વધુ વેક્સિન સેન્ટર પરથી દરરોજ અઢીથી ત્રણ લાખ આજુબાજુ લોકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ આયોજન કોર્પોરેશન લેવલ પર, જુદા-જુદા વોર્ડ પ્રમાણેના સેન્ટરો પર નક્કી કરાયા છે. આ ઉપરાંત મહાનગર પાલિકાઓ, જિલ્લાઓની સિવિલ હોસ્પિટલ, PHC સેન્ટર વગેરે સ્થળો પર વેક્સિન સેન્ટર ચાલી રહ્યા છે.

બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી

ગત રવિવારે વેક્સિનેશન ચાલુ રહ્યું હતુ જેમાં બાકી રહેલા વેપારીઓ માટે આ કેમ્પ યોજાયો હતો. જેથી એક વીકમાં પાંચ જ દિવસ વેક્સિન આપવાનું થતું હોવાથી લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ વેક્સિનના ડોઝ ઓછા જોવા મળી રહ્યા છે. બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. એક સાથે મોટી સંખ્યામાં વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય તો કોર્પોરેશન દ્વારા તેમના માટે અલગથી કેમ્પ પણ યોજવામાં આવે છે. રાજ્યના ગૃહપ્રધાન અમિત શાહે પણ વેક્સિન સેન્ટરોની મુલાકાત લીધી હતી ત્યારે દરરોજ પાંચ લાખ લોકોને વેક્સિન આપવા અંગે જણાવ્યું હતું પરંતુ વેક્સિન ખૂટી પડતાં તેનાથી અડધા જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજયમાં 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા, રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ

રાજ્યમાં અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોની વેક્સિન લેવામાં સંખ્યા વધુ

18થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધી સૌથી વધુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને સૌથી વધુ વેક્સિન અપાઇ છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રથમ ડોઝ 1,19,27,745 જ્યારે બીજો ડોઝ 56,47,230 લોકોને અપાયો છે. 18 થી45ની વય સુધીનાને પ્રથમ ડોઝ અત્યાર સુધી 1,03,97,468 લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે 18 થી 45 વર્ષ સુધીના 4,17,617 લોકોને બીજો ડોઝ અપાયો છે. 1,96,6,226 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર અને પ્રથમ ડોઝ અપાયો છે જ્યારે બીજો ડોઝ 14,49,966 લોકોને અપાયો છે.

આ પણ વાંચો: રાજકોટમાં વેક્સિન લેવા લાગી લાંબી લાઈનો, ક્યાંક થયો હોબાળો

રાજ્ય સરકારના પ્રધાનો દ્વારા લોકોને અવેર કરવાનો પ્રયાસ

અવાર નવાર આ પહેલા પણ ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રધાનોએ જે તે વેક્સિન સેન્ટર પર તેમજ સિવિલ હોસ્પિટલમાં જઈને વેક્સિન લીધી છે. ગુજરાતમાં ખુદ મુખ્યપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન સહિતના નેતાઓ સેન્ટર પર જઈને મુલાકાત લીધી હતી અને લોકોને વેક્સિન લેવા લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત પણ હેલ્થ વિભાગને વેક્સિન અવેરનેસ માટે સક્રિય કરાયું છે. એક સમય એવો હતો કે જ્યારે વેક્સિન વધુ હતી અને વેક્સિન લેનારાની સંખ્યા ઓછી હતી. જેથી ઘણી વેક્સિન નિયત સમય મુજબ આપવામાં ન આવી હોવાથી ફેંકી પણ દેવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.