ETV Bharat / city

ગુજરાત માટે CM રૂપાણીનું 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ, જાણો કોને મળી રાહત? - 14-thousand-crore-package

કોવિડ-19 મહામારીથી રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં કફોડી બની ગઈ છે. જેને બચાવવા રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને પુન: વેગવંતુ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જ્યારે સરકારની તિજોરીમાં રૂપિયાની આવક માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેન્દ્ર સરકારની જેમ ગુજરાત આત્મનિર્ભર 14 હાજર કોરોડના પેકેજ જાહેરાત કરી છે.

14-thousand-crore-package-part-2-government-of-gujarat
ગુજરાત માટે CM રૂપાણીનું 14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ
author img

By

Published : Jun 4, 2020, 11:34 PM IST

Updated : Jun 5, 2020, 6:40 AM IST

ગાંધીનગર: કોવિડ-19 મહામારીથી રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં કફોડી બની ગઈ છે. જેને બચાવવા રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને પુન: વેગવંતુ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જ્યારે સરકારની તિજોરીમાં રૂપિયાની આવક માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેન્દ્ર સરકારની જેમ ગુજરાત આત્મનિર્ભર 14 હાજર કોરોડના પેકેજ જાહેરાત કરી છે.

14-thousand-crore-package-part-2-government-of-gujarat
ગુજરાત માટે CM રૂપાણીનું 14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ

CM રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલા 14,022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિગતો

  • પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂપિયા 2,300 કરોડ)
  • શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10 ટકાની માફી.
  • માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનારા રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ.
  • 33 લાખ વાણીજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂપિયા 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.
  • વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જિસનું રૂપિયા 400 કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 એમ 4 મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવી છે.
  • વિવિધ નાની દુકાનો આર્થિક રાહત આપવાના હેતુથી જૂન, જુલાઇ અને ઓગષ્ટ એમ 3 મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે.
  • ખાનગી બસો, ટ્રાવેલ્સ, ટેક્ષીને 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે.
  • ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી (રૂપિયા 3,038 કરોડ)
  • ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂપિયા 768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.
  • ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂપિયા 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ 2020 સુધીમાં કરવામાં આવશે.
  • મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂપિયા 150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.
  • રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂપિયા 1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે
  • 27,000થી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂપિયા 190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે.
  • સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65,000 કુટુંબો માટેની રૂપિયા 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.
  • ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂપિયા 90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.
  • ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને તા.1.4.2017થી તા.30.6.2017 સુધીની આકારણીની કામગીરીમાં રૂપિયા 10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેંચવામાં આવશે.
  • વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ 2020 સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેમને 3 માસની મુદત વધારી આપવામાં આવશે.
  • GIDCના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50 ટકા માફી અને દંડકીય વ્યાજની રકમ 100 ટકા માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે.
  • GIDC દ્વારા પ્રતિ વર્ષ 2 ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ 2020-21 માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી.
  • GIDCમાં આવેલ યુનિટ કે જે 2 વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે.
  • GIDCને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.31-03-2020 તથા તા.30-06-2020ના હપ્તાની ચુકવણીનો સમયગાળો 6 મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચથી જૂનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોવાથી, આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ.
  • વર્ષ 2020-21 માટેની GIDC દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે.
  • ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.
  • GIDC દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા 3-4 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર દ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા GIDCને રજૂઆત કરવામાં આવે છે.
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSMEને પ્રોત્સાહન મળે તે માટે GIDC દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલા દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ 1428 લાભાર્થીઓને મળશે.
  • બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં 1,60,000 મકાનો માટે રૂપિયા 1000 કરોડની સબસિડી
  • રાજ્યના 24 લાખ ખેડૂતોને 39 હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ 7 ટકા વ્યાજ સરકાર (4 ટકા ગુજરાત સરકાર અને 3 ટકા ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા 5 મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 410 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂપિયા 900 લેખે વાર્ષિક રૂપિયા 10,800ની આર્થિક સહાય આપવા રૂપિયા 66.50 કરોડ આપવામાં આવશે. જે અંતર્ગત 61,574 ખેડૂતોને સહાય કરવામાં આવશે.
  • કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય આપવા રૂપિયા 13.50 કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે.
  • વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂપિયા 30,000 સહાય આપવા રૂપિયા 350 કરોડ ફાળવવામાં આવશે.
  • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂપિયા 50 હજારથી 75 હજાર સુધીની સહાય આપવા માટે રૂપિયા 50 કરોડ ફાળવવામાં આવશે. કુદરતી આફતો સમયે ખેતપેદાશોને રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂપિયા 100 કરોડ ફાળવવામાં આવશે.
  • આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેન્કો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 4 ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે.
  • મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂપિયા 200 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • 32,000થી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 25 કરોડ થશે.
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂપિયા 50 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂપિયા 27,500 આપવા માટે રૂપિયા 6 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. 2 માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂપિયા 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • કોવિડ-19 પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રૂપિયા 100 કરોડ ફાળવવામાં આવશે.
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રૂપિયા 50 કરોડ, રૂપિયા 15 કરોડ રૂપિયા 10 કરોડ અને રૂપિયા 10 કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવશે.
  • કોવિડ-19 પરિસ્થિતિને કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે. જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરૂપે રૂપિયા 120 કરોડ ફાળવવામા આવશે
  • મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં મુખ્યત્વે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપવામાં આવશે. જેથી હજારોની સંખ્યામાં રોજગારી આપતા આ એકમો ધમધમતા બનશે. આ માટે રૂપિયા 30 કરોડ ફાળવવામાં આવશે.
  • અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી આપવામાં આવશે. જેનાથી રૂપિયા 20 કરોડનો લાભ મળશે.

આમ, CM રૂપાણીએ જાહેર કરેલું આ પેકેજ કોરોના વાયરસ કોવિડ-19 મહામારીથી ઉદ્દભવેલી પ્રતિકૂળ સ્થિતીમાંથી સમાજજીવનને બહાર લાવી આર્થિક પરિસ્થિતીમાં સુધાર સાથે રાજ્યના જનજીવનને અને અર્થતંત્રને પૂન: વેગવંતુ બનાવશે. વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતીમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતી ઉદભવી છે, તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા રાજ્ય સરકાર 14,022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, ભારત સરકારના પૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમિક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો.

Last Updated : Jun 5, 2020, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.