- 31 જુલાઈ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરિણામ
- વિધાર્થીઓ નહિ જોઈ શકે પરિણામ
- વિધાર્થીઓએ શાળાએ જઇને પરિણામ મેળવવું પડશે
ગાંધીનગર: એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેર ટોચ પર હતી, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર ધોરણ 12ની પરીક્ષા રદ્દ કર્યા બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં પરીક્ષા રદ કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. ત્યારે હવે 31 જુલાઈના રોજ સવારે 8:00 કલાકે શિક્ષણ વિભાગન દ્વારા વેબસાઇટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.
શાળાઓ જ વિદ્યાર્થીઓને જણાવશે પરિણામ
શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર થયેલા પરિણામ શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ લૉગ ઇનના માધ્યમથી ડાઉનલોડ કર્યા બાદ વિદ્યાર્થીઓને શાળા મારફતથી પરિણામની સોફ્ટ કોપી આપવામાં આવશે. ત્યારે પરિણામની માર્કશીટ અમુક દિવસોના અંતર બાદ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.
પરિણામ બાબતે હાઇકોર્ટમાં થઈ હતી અરજી
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાબતે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. જેમાં ગણિતના માર્ક્સ એકાઉન્ટ અને સ્ટેટમાં ગણતરી કરવા બાબતે અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે પણ ચુકાદો આપીને પરિણામ જાહેર કરવાની મંજૂરી રાજ્યના શિક્ષણ બોર્ડને આપી હતી. આમ હાઇકોર્ટની મંજૂરી બાદ જ 31 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- GSEB HSC Result 2021: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
7 દિવસ બાદ કોલેજમાં શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા
સામાન્ય સંજોગોમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ અમુક દિવસોની અંદર જ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારે કોલેજ માટેની પ્રવેશ પ્રક્રિયા 9 ઓગસ્ટની આસપાસ શરૂ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.