ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 123 પોઝિટિવ કેસ, 03ના મોત - Corona virus update

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે. તેમજ 431 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વઘુ 3 લોકોના મોત પણ નિપજ્યા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jun 25, 2021, 9:38 PM IST

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા
  • 431 દર્દીઓએ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, મેં મહીના બાદ હવે જૂન મહિનામાં પણ કોરોના(corona)ના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 150થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે. આજે શુક્રવારે 431 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 03 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat - રાજ્ય સરકાર એલર્ટ મોડ પર, રોજ 30 સેમ્પલ મોકલાઈ રહ્યા છે તપાસ માટે

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ(Health Department) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના(corona)ની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 85 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે સુરત 15 બરોડા 14 અને રાજકોટમાં 06 કેસ નોંધાયા છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

રાજ્યમાં કેટલા લોકોનું થયું વેક્સિનેશન

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે શુક્રવારે 3,58,332 વ્યક્તિનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,42,60,703 વ્યક્તિને રસી(vaccine) આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,95,965 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 14,454 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Coronavirus in Water - જાણો લેબોરેટરીમાં કઈ રીતે પાણીમાંથી કોરોના વાઇરસ શોધવામાં આવે છે

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 4116 એક્ટિવ કેસ છે. જેમાં 38 વેન્ટિલેટર પર અને 4078 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ કુલ 10,045 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,08,849 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.28 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat - વડોદરા અને સુરતમાં નોંધાયા એક-એક કેસ, બન્ને દર્દીઓ સ્વસ્થ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.