ETV Bharat / city

'એક સાંધે ત્યાં તેર ટુટે' કોંગ્રેસના વધુ 1 ધારાસભ્યએ આપ્યું રાજીનામુ

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુરૂવારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું હતું. આજે કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજીનામું આપ્યું છે.

Morbi
Morbi
author img

By

Published : Jun 5, 2020, 5:24 PM IST

ગાંધીનગર: કોરોના મહામારી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. ગુરુવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. આજે વધુ એક મોરબીના બ્રિજેશ મેરજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

'એક સાંધે ત્યાં તેર ટુટે' કોંગ્રેસના વધુ 1 ધારાસભ્યએ આપ્યું રાજીનામુ

આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'બુધવારે સાંજે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ધારાસભ્યપદથી રાજીનામા આપ્યા છે. આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગઈ કાલે રાત્રે રાજીનામુ આપ્યું છે. આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યોના ચહેરા જોઈ તથા સહીનો નમૂનો લઈને ધારાસભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે.'

ઉલ્લેખનીય છે કે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી રદ થઈ અને હવે ફરીથી 19 જૂને ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આમ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ રાજીનામાં વિધાનસભા અધ્યક્ષને આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.