વલસાડઃ વલસાડ LCBએ વાપીના એક મકાનમાં રેડ પાડીને વાપી, કચ્છ, જામનગર અને ભાવનગરના નામચીન 8 શખ્સોની 5,27,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ અંગે વાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો મુજબ વલસાડ LCBને બાતમી મળી હતી કે, વાપીના ગીતાનગરમાં આવેલા સરવૈયા નગરના એક મકાનમાં ઘણા સમયથી જુગાર ચાલે છે અને ભરૂચ, સુરત, વલસાડ અને જામનગરથી લોકો જુગાર રમવા આવે છે.
આ બાતમીના આધારે LCBએ રવિવારે વાપીના સરવૈયા નગરના આવેલા એપાર્ટમેન્ટના રૂમ નંબંર A-103માં રેડ હતી અને જુગાર રમનારા 8 લોકોની ધરપકડ કરી હતી
પોલીસે જુગરીઓની અંગઝડતીમાંથી રોકડા 73,800 અને 2 કાર સાથે કુલ રૂ.5,27,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં જુગારીઓ માલિક શૌકત ઇકબાલ મુલ્લાના ફ્લેટમાં જુનાગ રમતા હતા. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે ધરપકડ કરેલા આરોપીમાં કમલેશ ભાનુશાલી, મોબિન અબ્દુલસમદ ટીમલિયા, દિનેશ ઉર્ફે લાલો અંબાલાલ શાહ, જગદીશ ઉર્ફે ભુરો કટારમલ ભાનુશાલી, સંજય હર્ષદ દેસાઈ, જયેશ અરવિંદ વડેરા, હરજીવન છોકર સોસા, વિશાલ રવિન્દ્ર ઓઝા સામેલ છે.