ETV Bharat / city

વડોદરા ભીલાડ ઇન્ટરસિટીને દહાણું સુધી લંબાવતા ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનના વધામણાં થયાં - વડોદરા ભીલાડ ઇન્ટરસિટીને દહાણું સુધી લંબાવી

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માં કામ કરતા કામદારો, મહારાષ્ટ્રમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ, મુસાફરો માટે 3જી સપ્ટેમ્બરનો દિવસ ખુશીનો દિવસ હતો. આજથી વડોદરા ભીલાડ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનને મહારાષ્ટ્રના દહાણું સુધી સુપરફાસ્ટ ટ્રેન તરીકે લંબાવવામાં આવી છે. આ પ્રસંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો, વલસાડ સાંસદ, દમણ સાંસદ, ઉમરગામ ધારાસભ્ય સહિત રેલવેના કર્મચારીઓએ ઉમરગામ રેલવે સ્ટેશને વડોદરાથી આવેલી ટ્રેનના વધામણાં કરી લીલીઝંડી આપી રવાના કરી હતી.

વડોદરા ભીલાડ ઇન્ટરસિટીને દહાણું સુધી લંબાવતા ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનના વધામણાં થયાં

author img

By

Published : Sep 3, 2021, 7:50 PM IST

  • ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનને આપ્યો આવકાર
  • વડોદરા ભીલાડ ટ્રેનને દહાણું સુધી લંબાવાઈ
  • ઉદ્યોગોના કામદારો, વિદ્યાર્થીઓ, મુસાફરોને ફાયદો

    ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશને વડોદરા ભીલાડ ઇન્ટરસિટી ટ્રેનને દહાણું સુધી સુપરફાસ્ટ ટ્રેન તરીકે લંબાવવામાં આવતા ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનના વધામણાં કરી નારિયેળ ફોડી, ફૂલહાર ચડાવી લીલીઝંડી આપી દહાણું તરફ રવાના કરાઈ હતી.

    રેલવે મંત્રાલયે હાલમાં જ વડોદરાથી વલસાડ જિલ્લાના ભીલાડ સુધી દોડતી ઇન્ટરસિટી ટ્રેનને મહારાષ્ટ્રના દહાણું સુધી ઇન્ટરસિટી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન તરીકે લંબાવી છે. 3જી સપ્ટેમ્બરથી આ સેવા ઉમરગામવાસીઓને મળતા ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનનું સ્વાગત કરી લીલીઝંડી આપી રવાના કરાઈ હતી.

    સાંસદ, ધારાસભ્યના હસ્તે ટ્રેનને લીલીઝંડી અપાઈ

    આ પ્રસંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ભગવાન ભરવાડ, વલસાડ ડાંગના સાંસદ ડો. કે. સી. પટેલ, દમણના સાંસદ લાલુ પટેલ, સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર સહિત ઉમરગામ ઉદ્યોગ જગતના ઉદ્યોગકારો, રેલવે વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વડોદરાથી આવેલી ટ્રેનને આવકાર આપી નારિયેળ ફોડી, ફુલહાર ચડાવી વધામણાં કર્યા હતાં. જે બાદ તમામ મહાનુભાવોએ લીલીઝંડી બતાવી ટ્રેનને દહાણું તરફ રવાના કરી હતી.

    1200થી વધુ ઉદ્યોગોના કામદારો, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમયની ટ્રેન

    ઇન્ટરસિટી ટ્રેનને ઉમરગામમાં સ્ટોપેજ મળતા અને દહાણું સુધી લંબાવતા આ અંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ભગવાન ભરવાડે જણાવ્યું હતું કે આ પ્રસંગ ખુશીનો પ્રસંગ છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝમાં અંદાજીત 1200થી વધુ ઉદ્યોગો છે. આ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો મોટે ભાગે વડોદરા તરફથી આવતા ત્યારે તેઓએ ભિલાડ ઉતરી અન્ય વાહન મારફતે ઉમરગામ આવવું પડતું હતુઁ. જ્યારે દહાણું તરફથી આવતા કામદારોએ પ્રાઇવેટ વાહનોમાં આવાગમન કરવું પડતું હતું. હવે આ ટ્રેનની સગવડ મળતા બંને તરફના કામદારોને ફાયદો થશે. એ ઉપરાંત મહારાષ્ટ્રમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનનો સમય ખૂબ જ અનુકૂળ રહેશે. એટલે આ ટ્રેનના કારણે અનેકગણો લાભ મુસાફરો ઉપરાંત ઉદ્યોગોના કામદારો અને વિદ્યાર્થીઓને મળશે.

    મુંબઈ મેમુ ટ્રેનને વલસાડ સુધી લંબાવવામાં આવે તો ઉદ્યોગોનો અનેકગણો વિકાસ થશે

    ઉલ્લેખનીય છે કે ઉમરગામમાં ઘણી મહત્વની ટ્રેનના સ્ટોપેજ નથી. જેની અસર અહીંની ઇન્ડસ્ટ્રીઝમાં વર્તાઈ રહી છે. કેટલાય ઉદ્યોગો ટ્રેનની અપૂરતી સુવિધાને કારણે અન્ય વિસ્તાર તરફ જઈ રહ્યા છે. ત્યારે આ ટ્રેનના સ્ટોપેજથી ફાયદો થવાનો છે. પરંતુ જો મુંબઈમાં દહાણું સુધી ચાલતી મેમુ ટ્રેનને વલસાડ સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તારના ઉદ્યોગોનો અનેકગણો વિકાસ થશે જે માટે ઉમરગામ સહિત વલસાડ જિલ્લાના ઉદ્યોગકારો પ્રયાસો કરી રહ્યા છે. આશા રાખીએ કે આ પ્રયાસ પણ આગામી દિવસોમાં ફળીભૂત થાય.

આ પણ વાંચોઃ નવસારીમાં 100 વર્ષની ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે

આ પણ વાંચોઃ વિમાનની જેમ ટ્રેનમાં પણ હવે એલ્યુમિનિયમ કોચ , ટ્રેનની ગતી અને યાત્રીઓની સુવિધા માટે આશીર્વાદ રૂપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.