વાપી સુરતના હજીરાથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સુધીની બીજા ફેઝની સાગર પરિક્રમા યાત્રા 2022 (sagar parikrama yatra) અંતર્ગત મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા યાત્રાની પુર્ણાહૂતિ પ્રસંગે ઉમરગામના ઘોડીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. જોકે, હજીરાથી દમણ સુધીનો દરિયો રફ બનતા કેન્દ્રિય પ્રધાન 4 કલાક મોડા આવ્યા હતાં. છતાં કાર્યક્રમમાં ઉપસ્થિત માછીમારોની ધીરજ અને સ્વાગતને જોઈ આભાર પ્રગટ કર્યો હતો.
માછીમારોની સમસ્યાનો કેન્દ્રિય પ્રધાને કર્યો અનુભવ ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાગર પરિક્રમા યાત્રા 2022ના પુર્ણાહૂતિ (sagar parikrama yatra) પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતાં. દરિયો રફ બનતા 4 કલાક મોડા આવેલા કેન્દ્રિય પ્રધાને (Union Minister Parshottam Rupala ) દરિયામાં માછીમારો કેવી મુશ્કેલી સહન કરે છે. તેનો પ્રત્યક્ષ અનુભવ થયો હોવાની વાત કહી સરકારની યોજનાઓને (schemes for fisheries in india ) માછીમારો સુધી પહોંચાડવામાં માછીમાર સમાજના પટેલોની મહત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે તેની પ્રતીતિ થઈ હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી ટાણે લાભ ખાટવા આંદોલનો થાય છે સાથે જ કેન્દ્રિય પ્રધાને આગામી વિધાનસભાને લઈને કૉંગ્રેસ-આપ પર પ્રહારો કર્યા હતાં. જ્યારે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનમાં 2 પ્રકારના આંદોલન હોવાનું અને તેમાં સરકારી કર્મચારીઓ સરકારના હાથ પગ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ અન્ય સમાજના આંદોલન સાડા ચાર વર્ષે ચૂંટણી ટાણે જ ઉભા થયા હોય તે સમાજ માટે નહીં, પરંતુ પોતાના હિત માટે હોવાનું જણાવ્યું હતું.
દરિયામાં ઓટ આવતા 4 કલાક લેટ હજીરાથી જહાજમાં સાગર પરિક્રમા (sagar parikrama yatra) માટે નીકળેલા કેન્દ્રિય પ્રધાનનું જહાજ દમણ નજીક જેટી પર આવે તે પહેલાં ઓટ આવી હતી. ત્યારે માછીમારીની બોટમાં 4 કલાકે કાંઠે આવ્યા બાદ દમણથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડિપાડા ખાતે આવી માછીમારોને સંબોધન કર્યું હતું.
કેન્દ્રિય પ્રધાને માછીમારોને કરી ટકોર આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાને બીજા તબક્કાની આ યાત્રામાં (sagar parikrama yatra) ખૂબ મોડું થયું તે બદલ ધીરજ અને રાહ જોઈ મોડી રાત સુધી હાજર રહેલા માછીમારોનો આભાર માન્યો હતો. મોડું થવા અંગે દરિયાની ભરતી અને ઓટ અંગે મળેલી જાણકારીથી પ્રભાવિત થઈ કેન્દ્રિય પ્રધાને માછીમારોને ટકોર કરી હતી કે, માછીમારો દરિયો ખેડવા જાવ ત્યારે શું થાય તે સમજાયું છે.
પટેલોની વ્યવસ્થા સરકારની યોજના માટે ઉપયોગી આ સાગર પરિક્રમા યાત્રામાં (sagar parikrama yatra) ફિશરીઝ વિભાગના રાજ્ય પ્રધાન જિતુ ચૌધરી અને નાણા પ્રધાન કનુ દેસાઈ પણ તેમની સાથે જોડાયા હતા. અહીં કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, આ પહેલા એવા રાજ્ય પ્રધાનો છે, જેમણે ગુજરાતનો દરિયા કાંઠો જોયો હોય. યાત્રા દરમિયાન દરિયા કિનારે વસતા માછીમાર સમાજમાં પટેલોની વર્ષો જૂની પરંપરા અંગે અને તેનો ફાયદો સરકારની યોજનામાં (schemes for fisheries in india) લઈ શકાય તે અંગેની જાણકારી આપી હતી.
મત્સ્યોદ્યોગને સ્વતંત્ર વિભાગનો દરજ્જો આપ્યો માછીમાર સમાજ 8,000 કિલોમીટરમાં વસતો મુખ્ય સમાજ છે. સાગર ખેડી વિદેશની સફર કરતો સાહસિક સમાજ છે. ફૂડ સિક્યોરિટીમાં અગત્યનું યોગદાન આપતો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ મહત્વના એવા મત્સ્ય વિભાગને સ્વતંત્ર દરજ્જો આપ્યો છે. પહેલા 2000 કરોડનું બજેટ હતું, જે નવો વિભાગ રચાયા બાદ 20,000 કરોડ રૂપિયાની યોજના જાહેર કરી છે. જે સૌથી મોટી યોજના છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (Pradhan Mantri Matsya Sampada Yojana) હેઠળ 15,000 કરોડ રૂપિયાની રકમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો બાદ માછીમારોને આપવાનો નિર્ણય કર્યો છે. 2 લાખનું ધિરાણ મળે છે. માછીમારો માટે ગુજરાતમાં જ આ વ્યવસ્થા છે, જેને ડબલ એન્જીનની સરકાર કહેવાય છે. તેવું કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું.
3 કલાક ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની યોજનાની માહિતી આપી સરકારની યોજના અંગે માછીમારોને જાણકારી આપી શકાય તે ઉદેશ્ય આ યાત્રાનો હોવાનું જણાવી કેન્દ્રિય પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોના હાથે લાભાર્થીઓને વિવિધ લાભ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ (Gujarat Minister Naresh Patel), ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર (Umargam MLA Ramanlal Patkar), વલસાડના ધારાસભ્ય સહિત અન્ય અધિકારીઓએ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સરકારની વિવિધ યોજનાઓ અને તે અંગે કરેલી પહેલ તેમ જ આવનારા દિવસોમાં થનારા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી હતી.