વાપી - ડિસ્ટ્રિબ્યુશન ઇનફ્રાસ્ટ્રક્ચર શિક્ટિંગ સ્કીમ (DISS) અંતર્ગત વાપી નગરપાલિકામાં વીજ પુરવઠો પૂરો પાડતા બે 11KV ઓવરહેડ ફીડરોને અંડરગ્રાઉન્ડ કરવા માટેના પ્રોજેકટનું (Underground Cabling Project in Vapi) નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આકાર લેનાર ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. અહીં વિદેશની યુનિવર્સિટીઓ આવશે. એટલે દેશના વિદ્યાર્થીઓએ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ ગિફ્ટ સિટી ખાતે વિવિધ ફાઇનાન્સિયલ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકશે. તો, સાથે જ ભારત દેશ વિશ્વનો સૌથી વધુ સોનું વાપરતો દેશ હોય સોનાની નિર્ધારિત કિંમત નક્કી કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવતો દેશ બનશે. નાણાપ્રધાને આ સુવિધાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
સૌર ઊર્જા ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન - નગરપાલિકા વિસ્તારમાં કુલ 1.91 કરોડના ખર્ચે કુલ 2.891 કી.મી.ની હાઇટેન્શન ઓવરહેડ વીજલાઇનને 7.394 કી.મી. અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા ભૂમિગત કરાશે. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આવેલ ઉત્તર, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ગુજરાત વીજ સંસ્થાનો દ્વારા સૌર ઊર્જા ક્ષેત્રે મહત્વની કામગીરી કરી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વીજ કટોકટીમાં પણ ગુજરાતમાં વીજ કટોકટી આવી નથી. તો, હાલના વરસાદમાં જિલ્લા અને રાજ્યના તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યા છે. જે અંગે સંપૂર્ણ ચોમાસાનો વરસાદ માત્ર 15 દિવસમાં પડી જતા માર્ગો ધોવાયા હોવાનું જણાવી નાણાપ્રધાને જણાવ્યું હતું કે, હાલમાં તેની પુરાણ કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા ખાડાઓને પુરી દેવામાં આવ્યાં છે. તેમજ દર ચોમાસે જે માર્ગ પર ખાડાઓ પડે છે તે માર્ગને RCC બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!
હાઇટેંશનના લટકતા વીજ વાયર - અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત (Inaugurated by Kanu Desai in Vapi) અંગે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ઉમરગામ, પારડી, ધરમપુર જેવી આદિવાસી વિસ્તારની નગરપાલિકાઓમાં હાલમાં જ 50 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું (Gujarat Solar Energy) કામ મંજૂર થયું છે. વાપી જૂનું શહેર હોય અહીં પાલિકાની રજુઆત બાદ શહેરના તમામ હાઈટેંશનના લટકતા વીજ વાયરને ઉતારી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આગામી દિવસોમાં ફિશ માર્કેટ, ઓડિટોરિયમ ઉપરાંત ઓવરબ્રિજ, અન્ડરપાસ, વરસાદી ડ્રેનેજ (Underground Cabling Project) લાઇનના આયોજનો છે.
આ પણ વાંચોઃ Union Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ
વીજ લાઇનના ફોલ્ટ - આ પ્રસંગે વાપી નગરપાલિકા દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વાપી સહિત વલસાડ જિલ્લાના વિકાસના અનેક કાર્યોને વેગ મળ્યો હોય મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાપીમાં બલીઠા-વાપી ખાતેના 11 KVના 2 ફીડર હેઠળ 7473 ઘર વપરાશના ગ્રાહકો છે. 1588 વાણિજ્ય હેતુ વપરાશ કરતા ગ્રાહકો છે. 7 ઔદ્યોગિક હેતુ વપરાશ કરતા ગ્રાહક, 48 અન્ય હેતુ વપરાશ કરતા ગ્રાહક મળીને કુલ 9110 વીજ ગ્રાહકોને આ યોજના અંતર્ગત લાભ મળશે. વરસાદ, પવન, પક્ષીઓ, વૃક્ષોની ડાળી પડવાથી થતા વીજ લાઇનના ફોલ્ટ નિવારી શહેરીજનોને અવિરત વીજ પ્રવાહ મળતો થશે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત પાલિકા (Power Line Communication) સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.