ETV Bharat / city

Wildlife Week Celebration: સેલવાસ વન વિભાગે 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને વન અને વન્યજીવો સાથે કરાવ્યા રૂબરૂ - Wildlife Week Celebration Selvas

વન અને વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા વિવિધ પ્રવત્તિઓ સાથે વાઈલ્ડ લાઈફ વિક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાદર નગર હવેલીમાં આવેલા લાયન સફારી પાર્ક, ડિયર પાર્ક સહિતના અભ્યારણ્યમાં શાળા- કોલેજના વિદ્યાર્થીઓને સહેલગાહ કરાવવા સહિત, વિવિધ લેખન સ્પર્ધા, ટ્રેકિંગ જેવા અયોજનો કર્યા છે. વન વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલા વન્ય જીવન સપ્તાહમાં દાદરા નગર હવેલીની 50 જેટલી શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

The latest news from Selvas
The latest news from Selvas
author img

By

Published : Oct 6, 2021, 4:32 PM IST

  • DNH ફોરેસ્ટ દ્વારા વાઈલ્ડલાઈફ વિકનું આયોજન
  • 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને જંગલથી રૂબરૂ કરાવ્યા
  • વિવિધ લેખન સ્પર્ધાઓનું આયોજન કર્યું

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વનવિભાગ દ્વારા વન્ય જીવન સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સપ્તાહ પ્રથમ દિવસે ડિયર પાર્ક ખાતે શાળા- કોલેજના બાળકોને વન્ય જીવન અને વન્ય પ્રાણીઓ અંગે મહત્વની વિગતો આપી હતી. સોમવારે સેલવાસમાં આવેલા નક્ષત્ર ગાર્ડન ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેકિંગ સહિતના આયોજનો કરવામાં આવ્યાં છે.

સેલવાસ વન વિભાગે 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને વન અને વન્યજીવો સાથે કરાવ્યા રૂબરૂ

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

દર વર્ષે 2 જી ઓક્ટોબરથી 8 મી ઓક્ટોબર દરમિયાન વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ વિકનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઘેઘુર વનરાજી અને વન્ય પ્રાણી અભ્યારણ્ય ધરાવતા દાદરા નગર હવેલી ખાતે પણ વિવિધ પ્રવૃતિના આયોજન સાથે ઉજવણી કરવામાં આવે છે. જે અંગે દાદરા નગર હવેલી વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિરણ પરમારે વિગતો આપી હતી કે, વાઈલ્ડ લાઈફ વિક અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક અને લાયન સફારીમાં બાળકોને સહેલ કરાવી વન્ય જીવો અને વન્ય જીવનથી અવગત કરાવ્યા હતાં. સોમવારે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

નેચર ટ્રેકિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન

કિરણ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી વનવિભાગ દર વર્ષે આ વિકનું આયોજન કરે છે. વાઈલ્ડ લાઈફને પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ માટે સ્લોગન ક્વિઝ કોમ્પિટિશન, કોલેજના વિદ્યાર્થીઓ માટે નેચર ટ્રેકિંગ સહિતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં દાદરા નગરની 50 જેટલી સરકારી, પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

આ પણ વાંચો: ગીર પૂર્વના આદસંગ નજીક સિંહનો મૃતદેહ મળ્યો, નખ ગાયબ હોવાથી તપાસનો ધમધમાટ

વર્ષે એક પ્રવાસીઓ મુલાકાતે આવે છે

દાદરા નગર હવેલીમાં ડ્રાય ડેસીડયસ ફોરેસ્ટ છે. જેમાં સાગ, સિસમ, મહુડો, સાદડ જેવા વૃક્ષોનું વાવેતર અને માવજત કરવામાં આવે છે. એ ઉપરાંત લાયન સફારી પાર્કમાં ગિરજા સિંહણ છે. દપાડા ડિયર પાર્ક ખાતે હરણ, ચિત્તલ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ માટેનું રક્ષિત અભ્યારણ્ય છે. મીની ઝૂ, બટરફ્લાય પાર્ક સહિતના પાર્ક છે. નક્ષત્ર આધારિત નક્ષત્ર વન છે. જેની મુલાકાત માટે વર્ષમાં એકાદ લાખ પ્રવાસીઓ દાદરા નગર હવેલીમાં આવે છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહને ફાંસલામાં ફસાવતી ગેંગના 10 આરોપીને વન વિભાગે પકડી પાડ્યા

પ્રોત્સાહન રૂપે વન્ય જીવ, વન્ય જીવન પર લખેલા પુસ્તકો પુરસ્કાર રૂપે આપશે

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ વન્ય જીવનને જાણે પ્રકૃતિની જાળવણી માટે જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી આયોજિત વાઈલ્ડ લાઈફ વિકમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે વન્ય જીવ, વન્ય જીવન પર લખેલા પુસ્તકો, વન્ય પ્રાણીઓના ફોટોગ્રાફ્સ પરની બુક પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ વન્ય જીવન સપ્તાહમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.