ETV Bharat / city

ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખની વરણી - ઉમરગામમાં પ્રમુખની વરણી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ભાજપે વિધિવત પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી રમેશ વેસ્તા ધાંગડાને પ્રમુખ તરીકે જ્યારે પ્રતિમા પ્રકાશ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. જો કે, પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટેની વરણીમાં ભાજપનો આંતરિક ભેદભાવ પણ છતો થયો હતો. જેમણે હોદ્દાઓની વરણી સમયે તમાચો ખાઈ મોઢું હસતું રાખ્યું હતું.

ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખની વરણી

author img

By

Published : Mar 19, 2021, 1:01 PM IST

  • ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
  • ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ખાસ લોબીને અપાયા હોદ્દા
  • નારાજ કાર્યકરોએ હસતા મોઢે અભિનંદન આપ્યા

વલસાડ: ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમેશ વેસ્તા ધાંગડાને, ઉપપ્રમુખ તરીકે પ્રતિમા પ્રકાશ પટેલને, કારોબારી ચેરમેન તરીકે ચિંતન રમેશ પટેલ, પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ગુલાબ પટેલ અને દંડક તરીકે નૈના હર્ષદ પુરોહિતની વરણી કરી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે એક ખાસ લોબીને જ મુખ્ય હોદ્દાઓ આપ્યા હોવાથી અન્ય સભ્યોએ તેમજ કાર્યકરોએ હસતા મોઢા સાથે પોતાની નારાજગી છતી કરી હતી.

ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખની વરણી

સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર

ગુરુવારે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ઉમરગામ ખાતે ભાજપના તમામ કાર્યકરો સર્કિટ હાઉસમાં એકઠા થયા હતાં. જ્યાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીને લઈને નારાજ કાર્યકરોએ પોતાની નારાજગી છતી કરી હતી અને પક્ષના આદેશને શોરોમાન્ય ગણ્યો હતો. જે બાદ તમામ કાર્યકરો, પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતાં. તાલુકા પંચાયત ખાતે વહીવટી અધિકારીની અધ્યક્ષતામાં આયોજિત પ્રથમ સામાન્ય સભામાં તમામ 30 સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની વરણી, ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું

રમેશ વેસ્તા ધાંગડાને પ્રમુખ, પ્રતિમા પ્રકાશ પટેલ ઉપ-પ્રમુખ જાહેર

ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમેશ વેસ્તા ધાંગડાએ અને ઉપપ્રમુખ તરીકે પ્રતિમા પ્રકાશ પટેલે જ ફોર્મ ભર્યા હોવાથી તેમની સામે કોઈ હરીફ ઉમેદવાર નહીં હોવાથી બન્નેને પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમને પક્ષના તમામ સભ્યો-કાર્યકરો અને મોવડીઓએ ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રથમ સામાન્ય સભામાં તમામ સભ્યો હાજર રહ્યા

ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દાઓ સાથે કારોબારી ચેરમેન તરીકે ચિંતન રમેશ પટેલ, પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ગુલાબ પટેલ અને દંડક તરીકે નૈના હર્ષદ પુરોહિતની પણ વરણી કરાઈ હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે એક ખાસ લોબીને જ મુખ્ય હોદ્દાઓ આપ્યા હોવાથી અન્ય સભ્યોએ તેમજ કાર્યકરોએ હસતા મોઢા સાથે પોતાની નારાજગી છતી કરી હતી.

આ પણ વાંચોઃ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી

વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપવાનો કોલ આપ્યો

આ પ્રસંગે પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે, તે પોતાના શાસનકાળમાં સતત પ્રજાલક્ષી કામગીરી બજાવશે. દરેક વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણીની જે પણ સમસ્યા હશે તે હલ કરશે. પક્ષે તેમના પર જે વિશ્વાસ મુક્યો છે. તે વિશ્વાસને ફળીભૂત કરી વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપશે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામોની પસંદગીમાં કેટલાક મુખ્ય કાર્યકરોને પક્ષે સાથે રાખ્યા નહીં હોવાથી તેમણે વરણી સમયે ઉપસ્થિત રહીને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.