વલસાડ: જિલ્લામાં હાલ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. કોરોના મહામારીને કારણે ખેડૂતોને શાકભાજીનું વાવેતર ઓછું કર્યું છે. એમાય ભારે વરસાદને કારણે ઊભા પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે. જેની અસર વલસાડ જિલ્લાના વાપી સહિતના શાકભાજી બજારમાં જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વાપીમાં લોકલ શાકભાજી તેમજ નાસીક-સુરતથી આવતી શાકભાજી હાલ 2 ગણા ભાવે વેંચાઇ રહી છે.
શાકભાજી ખરીદવા આવેલી ગૃહિણીઓ અને પુરુષોએ પણ મોંઘવારીથી તોબા પોકારી હતી. ગૃહિણીઓના જણાવ્યા અનુસાર પહેલા 100 રૂપિયામાં 4 શાક આવી જતા હતા, જ્યારે હવે માત્ર 1 શાક આવે છે. જેથી હવે અઢીસો ગ્રામના હિસાબે શાકભાજીની ખરીદી કરવી પડે છે. વધુમાં ગૃહિણીઓએ જણાવ્યું કે, મોંઘવારીના કારણે બજેટ પર માઠી અસર પડી છે. જેથી જે થાળીમાં 2 કે 3 શાક પીરસાતા હતા, તેમાં હવે માત્ર 1 શાક પીરસી કઠોળ પર આધાર રાખવો પડે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી અને અતિવૃષ્ટિને કારણે શાકભાજી મોંઘા બન્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીથી લઈને બટાકા, લસણ, ધાણા, મરચાં સહિત સિઝનની લીલોતરી કહેવાથી મેથી, પરવળ, પાપડી, ટમેટા, ટીંડોળા સહિતના તમામ શાકભાજી પહેલા 10થી 20 રૂપિયા કિલો મળતા હતા. જે હવે 60 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાનીએ ખેતીની સફળ કહાની...
ઓછી જમીનમાં મોટી આવક મેળવી આણંદના પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આ ખેડૂત એક જ ખેતરમાં 17થી ખેતપેદાશોનું વાવેતર કરી મબલક કમાણી કરી રહ્યા છે. આણંદ જિલ્લાના બોરીયાવી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી સફળતાની કહાનીને ઉજાગર કરતો ETV BHARATનો વિશેષ અહેવાલ...
આ પણ વાંચોઃ ખાખી કરી રહી છે ખેતી, સુરત પોલીસનો નવતર પ્રયોગ
હાથમાં દંડો લઈને જોવા મળતી પોલીસ પાવડા અને કોદાળી સાથે જોવા મળી રહી છે. પોલીસને અત્યાર સુધી તમે આરોપીને પકડતી અને લોકોને દંડ ફટકારતા જોઈ હશે, પરંતું પોલીસ ખેતી કરે? હા, સુરત પોલીસે ખેતી શરૂ કરી છે. પોલીસ સ્ટેશનની ફાજલ જગ્યાનો સદુપયોગ કરી અધિકારી સાથે તમામ સ્ટાફ પણ ખેતીમાં જોડાયા છે.
આ પણ વાંચોઃ કોરોના સંકટઃ શાકભાજી લેતી વખતે રાખવાની સાવચેતીઓ
કોરોના સંક્રમણ અટકાવવા માટે મોટા પાયે જાગૃતિ કેળવવાની જરુર વર્તાઈ રહી છે. કર્ફ્યૂમુકિતમાં શાકભાજી લેવા જતાં સમયે પણ કેટલીક સાવધાની રાખવી આવશ્યક છે. જેની જાણકારી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બની દયનિય
આણંદ જિલ્લામાં શાકભાજીનો પાક પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ ખેતરમાં શાકભાજીનો પાક તૈયાર છે અને APMCમાં સમય મર્યાદામાં વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો APMCમાં વેચાણ કરવા પહોંચી પણ જાય છે, ત્યારે વેપારીઓ અને વચેટિયાઓ દ્વારા ભાવ ઓછો આપવામાં આવે છે.