ETV Bharat / city

જાણો આ વિદ્યાર્થીઓને મોબાઇલ નેટવર્ક વગર કઇ કઇ મૂશ્કેલીનો કરવો પડે છે સામનો - valsad

ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા મામાભાચા અને તેની આસપાસના 10થી વધુ ગામોમાં મોબાઇલ નેટવર્કની ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે સ્થાનિક કક્ષાના લોકોને સંદેશાવ્યવહાર તેમજ ઈન્ટરનેટના માધ્યમથી થતી વિવિધ ચીજવસ્તુઓની કામગીરી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાં પણ હાલમાં કોરોનાને લઈને ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ છે. જેને લઇને વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

મોબાઈલ નેટવર્ક ન આવતા વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ

author img

By

Published : Sep 6, 2021, 10:06 PM IST

  • ધરમપુરથી 35 કિલોમીટર દૂર ઊંડાણના ગામમાં મોબાઇલ નેટવર્ક નહિ
  • ગામમાં રહીને ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફોડી
  • વિદ્યાર્થીઓને મોડા ક્લાસમાં જોઇન થતા ઠપકો સાંભળવાની ફરજ પડે છે

વલસાડ: ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા મામાભાચા ગામ અને તેની આસપાસના અન્ય 10ગામોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ નેટવર્ક ન આવતા મોબાઈલ માત્ર એક રમકડા સમાન બની જાય છે. જેના કારણે આજના સમયમાં જ્યાં લોકો ઇન્ટરનેટના માધ્યમથી આખી દુનિયા સાથે સંપર્ક કરી લેતા હોય છે, એવા સમયમાં મોબાઇલ નેટવર્કથી વંચિત બનેલા આ ગામમાં વિદ્યાર્થીની હાલત કફોડી બની છે.

મોબાઈલ નેટવર્ક ન આવતા વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ

વિદ્યાર્થીઓને રોજ 7 કિલોમીટર દૂર મોબાઇલ નેટર્વક આવતા ગામમાં જવું પડે છે

કોરોનાના કારણે હાલ ઓનલાઈન ક્લાસીસ અને પરીક્ષાઓ લેવાઇ રહી છે, ત્યારે નેટવર્ક જ ન આવતું હોય એવા સમયે વિદ્યાર્થીઓએ પોતાના ગામથી 7 કિલોમીટર દૂર આવેલા અન્ય ગામમાં જ્યાં મોબાઇલ નેટવર્ક આવે છે, ત્યાં દરરોજ જવું પડી રહ્યું છે અને એ માટે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

સ્કૂલ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે

મામાભાચા ગામની આસપાસમાં આવેલા દસ ગામોમાં રહેતા 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ફાર્મસી, એન્જિનિયરિંગ, બી.ટેક, એમટેક તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજમાં પણ પ્રવેશ મેળવ્યો છે અને આ તમામ પ્રક્રિયાઓમાં સ્કૂલ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે. જેના કારણે તેઓની મુશ્કેલી વધી ગઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે, તેમના ગામમાં મોબાઈલનું નેટવર્ક આવતું નથી જેના કારણે તેઓને પોતાના ગામથી 7 કિલોમીટર દૂર અન્ય ગામ હનુમંત માળ સુધી જવાની ફરજ પડે છે.

વિદ્યાર્થી ક્યારેક સમયસર ન પહોંચે તો ક્લાસ પણ છૂટી જાય છે

માત્ર એક વિદ્યાર્થીની પાછળ પોતાના વાલીઓએ પણ ચોવીસ કલાક સુધી સમય બગાડવાની ફરજ પડે છે. વળી તેઓ સમયસર ન પહોંચતાં ક્યારેક ક્લાસ છૂટી જતા હોય છે, તો ક્યારેક મોડા ક્લાસમાં જોઇન થતા ઠપકો સાંભળવાની ફરજ પડે છે. વિદ્યાર્થીઓની હાલત તેમજ વાલીઓની હાલત નેટવર્કની સમસ્યાના કારણે ખૂબ જ દયનીય બની રહી છે.

તબિયત બગડે એવા સમયે 108ને ફોન કરવાની પણ મુશ્કેલી પડે છે

સામાન્ય રીતે ગ્રામીણ કક્ષાએ સંદેશા વ્યવહાર માટે હાલ ચોમાસામાં મોબાઇલ સિવાય અન્ય કોઈ હાથવગું સાધન નથી. જેના કારણે નેટવર્ક ન આવવાથી સંદેશાવ્યવહાર ખોરવાઈ જતા લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન જો આ ગામમાં કોઈ નદુરસ્ત બને તો આવા સમયે 108ને કોલ કરવા માટે પણ પોતાના ગામથી એક બે કિલોમીટર દૂર નેટવર્ક આવતું હોય તેવા વિસ્તારમાં જવું પડે છે. જેના કારણે સમય બગડે છે અને આ સમયમાં નાદુરસ્ત બનેલા દર્દીની તબિયત વધુ બગડે તો જીવ પણ જવાની સંભાવના વધી જતી હોય છે. મોબાઇલ નેટવર્કની સમસ્યાના કારણે ગામના લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરાઇ છે

સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે, આ પરિસ્થિતિથી અનેકવાર લોકોએ સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા પંચાયતના સભ્યોને પણ લેખિત અને મૌખિકમાં જાણ કરી છે, પરંતુ તેમના દ્વારા માત્ર ઠાલા વચનો આપી થઈ જશે જણાવી અત્યાર સુધીમાં દસ વર્ષ વીતી ચૂક્યાં છે, પરંતુ હજુ સુધી મોબાઇલ નેટવર્ક શરૂ થયું નથી. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય તરફ જતું લાગી રહ્યું છે.

આ સમસ્યાનો ઉકેલ 20 દિવસમાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ આંદોલન કરશે

આમ ધરમપુર અને તેની આસપાસના કેટલાક ગામોમાં છેલ્લાં દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી મોબાઇલ નેટવર્ક નહિ હોવાની ગંભીર સમસ્યાના કારણે વિદ્યાર્થીઓની હાલત હાલ ઓનલાઈન ક્લાસિસ ભરવા કે પરીક્ષાઓ આપવા માટે મુશ્કેલ બની છે. જો કે, સ્થાનિક વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ જણાવ્યું કે, જો આ સમસ્યાનો અંત 15થી 20 દિવસમાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.