દમણઃ દેશના 73મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરષ્કારોની જાહેરાત (Padma Award 2022) કરી છે, જેમાં શહીદ CDS બિપીન રાવત તથા સ્વ. કલ્યાણ સિંહ સહિત 4 લોકોને પદ્મવિભૂષણ તેમ જ અન્ય 17 લોકોને પદ્મવિભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. આમાંથી પદ્મશ્રી માટે એક નામ છે દમણનાં સમાજસેવિકા પ્રભાબેન શાહનું. તેમનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર (Padma Shri award to Prabhaben Shah, a social worker from Daman) થતા દમણના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
વર્ષ 1963થી વોકેશનલ ટ્રેનિંગની શરુઆત કરી હતી
20 ફેબ્રુઆરી 1930ના દિવસે બારડોલીમાં જન્મેલાં શ્રીમતી પ્રભાબેન શોભાગચંદ શાહ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સંકડાયેલા હતાં અને ગાંધી વિચારધારાથી પ્રેરિત હતાં. તેમણે બારડોલીમાં 2 વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને કર્મભૂમિ બનાવી હતી. અહીં દમણની મુક્તિ બાદ વર્ષ 1963થી વોકેશનલ ટ્રેનિંગની (Prabhaben Shah Vocational Training) શરુઆત કરી હતી. તેમણે એ જ વર્ષમાં મહિલા મંડળની પણ સ્થાપના કરી હતી.
આ પણ વાંચો- Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય
મહિલા જાગૃતિની દિશામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે
એ જ રીતે દમણમાં મહિલા કો-ઓપરેટિવ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ દમણ, મહિલા ક્રેડિટ સોાસયટીની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત દમણમાં મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિની દિશામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભાબેન શાહને હાલમાં જ દમણ પ્રદેશ ભાજપ તરફથી અટલ સન્માન એવોર્ડથી સેલવાસના અટલ ભવનમાં (Daman BJP honored Prabhaben Shah) સન્માનિત (Padma Shri award to Prabhaben Shah, a social worker from Daman) કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો- Padma Shri Award 2022: ફોરેન્સિક સાયન્સમાં ઉતકૃષ્ટ યોગદાન બદલ જયંતકુમાર વ્યાસની પદ્મશ્રી માટે પસંદગી
દમણમાં આ બીજો પદ્મ એવોર્ડ
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાંથી જાણીતા સમાજ સેવિકા પ્રભાબેન શાહને પદ્મશ્રીથી સન્માનિત કરવાની (Padma Shri award to Prabhaben Shah, a social worker from Daman) જાહેરાત થઈ છે. આના કારણે દમણમાં ખુશીની લહેર ફરી વળી છે. દમણમાં આ બીજું પદ્મશ્રી સન્માન આવ્યું છે. આ અગાઉ ડો. એસ.એસ. વૈશ્યને આ સન્માન મળ્યું હતું.
ગુજરાતના આ મહાનુભાવોને પણ મળશે પદ્મ એવોર્ડ
પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત પૈકી ગુજરાતના ક્રાંતિકાર સંત વિચારક, સુધારક અને લેખક દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ તથા ગુજરાતીના કવિ ખલિલ ધનતેજવી, સમાજ સેવક સવજીભાઈ ધોળકિયા, ડો. લતા દેસાઈ, માલજીભાઈ દેસાઈ, જયંત વ્યાસ અને રમિલાબેન ગામિતને પદ્મશ્રી એનાયત કરવાની જાહેરાત થઈ છે. દમણમાં આ બીજું પદ્મશ્રી સન્માન (Padma Shri award to Prabhaben Shah, a social worker from Daman) આપવામાં આવ્યું છે.