વલસાડ: અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાને લઈને વાપી નગરપાલિકાની ટીમ પણ સજ્જ બની છે. વાપીમાં 10 જેટલી શાળાઓમાં લોકોને ખસેડવા પડે તેવી સંભાવના સાથે 4 ટીમ તૈનાત કરી છે. GEB ફાયરની ટીમને પણ સજ્જ કરાઇ છે.
વાપી નગરપાલિકાના સીટી એન્જિનિયર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને શહેરમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ઝોન મુજબ 4 ટીમ તૈનાત કરવામાં આવી છે. GEB અને પોલીસ જવાનો ઉપરાંત ફાયરને 24 કલાક એલર્ટ રહેવાની સૂચના આપી છે.

નિસર્ગ વાવાઝોડાની આગાહી મુજબ 3 અને 4 જૂનના રોજ નિર્સગ વાવાઝોડું દમણ અને વલસાડના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલમાં વાવાઝોડાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, 11 કલાક સુધીમાં વાવાઝોડાની કોઈ જ અસર વાર્તાઈ નથી.
