- વલસાડ અને દાદરા નગર હવેલીમાં બીજા દિવસે પણ વરસાદ
- સરેરાશ અડધાથી 2 ઇંચ વરસાદ વરસ્યો
- વરસાદથી જનજીવન પ્રભાવિત થયું
વલસાડ : જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં બુધવારથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે પણ સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ દરેક તાલુકામાં છૂટા છવાયા ઝાપટા સહિત ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ સમગ્ર પંથકમાં સરેરાશ અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 34 કલાકમાં વરસ્યો છે.
કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વરસાદી વાતાવરણને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. જનજીવન પ્રભાવીત થયું છે. મુખ્ય માર્ગો પર લોકો રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતાં. તો કેટલાક પ્રથમ વરસાદમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા હતાં. ધોધમાર સ્વરૂપે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.
કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો
છેલ્લા 34 કલાકમાં વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ વરસાદ
કપરાડા તાલુકામાં સૌથી વધુ 58mm વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વાપીમાં 34mm, પારડીમાં 46mm, વલસાડ તાલુકામાં 23mm, ઉમરગામ તાલુકામાં 20 mm, ધરમપુર તાલુકામાં 17 mm વરસાદ નોંધાયો છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સરેરાશ 25mmથી વધુ વરસાદ નોંધાયો હતો. મધુબન ડેમમાં પણ 1906 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. 68.55 મીટર ના રુલ લેવલે જાળવવા 462 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -