વાપીઃ ગુજરાત સરકાર 3 માર્ચે બજેટ (Gujarat Budget 2022) રજૂ કરશે. ત્યારે નાણા પ્રધાન તરીકે પહેલી વખત કનુ દેસાઈ આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કનુભાઈ મૂળ વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અને ખેડૂત છે. તેવામાં વાપીના ઉદ્યોગકારોએ આ બજેટમાં વાપી સહિત સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગ જગત માટે અને ખેડૂતો માટે નવી જાહેરાત (Expectation of Vapi industrialists Budget) કરી ખેડૂતલક્ષી, ઉદ્યોગલક્ષી બજેટ રજૂ (Gujarat Budget 2022) કરશે તેવી આશા અપેક્ષા (Expectation for new Announcement in Gujarat budget) સેવી છે. વાપીના ઉદ્યોગકારોએ નવી અપેક્ષા અંગે પ્રતિક્રિયા આપી હતી.
વાપી GIDCમાં 3,000 જેટલા નાના મોટા એકમો ધમધમે છે
વાપી GIDCમાં અંદાજિત 3,000 જેટલા નાના-મોટા એકમો કાર્યરત્ છે, જેમાં 500 જેટલા કેમિકિલ યુનિટ, 40 જેટલી પેપરમિલો છે. આ ઉપરાંત એન્જિનિયરીંગ, ફાર્માસ્યૂટિકલ, ટેકસ્ટાઈલ્સ બેઝ અનેક મોટા એકમો ધમધમી રહ્યા છે. આગામી માર્ચ મહિનામાં ગુજરાત સરકાર તેમનું વર્ષ 2022-23નું બજેટ (Gujarat Budget 2022) રજૂ કરશે. આ બજેટ (Gujarat Budget 2022) પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વાપી GIDCના ઉદ્યોગજગત સાથે સંકળાયેલા નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરશે. તેને લઈને વાપીના ઉદ્યોગકારો એ પોતાની આશા અપેક્ષાઓ અંગે પોતાના (Expectation for new Announcement in Gujarat budget) મંતવ્યો રજૂ કર્યા હતાં.
આ પણ વાંચોઃ Bhuj Municipal Budget 2022: ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ રજૂ, જાણો જોગવાઈઓ
બજેટ 2022-23 ખેડૂતલક્ષી ઉદ્યોગલક્ષી હશે તેવી આશા
વાપીના જાણીતા ઉદ્યોગકાર અને સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈએ ગુજરાત સરકારના આવનારા બજેટ (Gujarat Budget 2022) અંગે જણાવ્યું હતું કે, કનુ દેસાઈ ગુજરાતની આર્થિક જીવાદોરી ગણાતાં નાણાં-ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ એમ ત્રણ મહત્વના વિભાગો સંભાળે છે. તેમણે નાણાપ્રધાનપદ સંભાળ્યા બાદ હાલમાં જ અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે પાયાના પ્રશ્નો હતા. તેની પોલિસીમાં ફેરફાર કર્યા છે. નાણાપ્રધાન ઉદ્યોગજગત સાથે સંકળાયેલા છે. તો સાથે સાથે ખેડૂત પણ છે એટલે તેમના દ્વારા રજૂ થનારું બજેટ (Gujarat Budget 2022) ખેડૂતલક્ષી ઉદ્યોગલક્ષી હશે. જેમાં અનેક નવી જાહેરાતો કરી (Expectation for new Announcement in Gujarat budget) શકે છે.
આ પણ વાંચોઃ Porbandar Municipal Budget 2022: પોરબંદર જિલ્લા પંચાયત સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર
CETPની દરિયા સુધીની પાઈપલાઈન પ્રોજેકટ માટે નાણાકીય સહાયની જાહેરાત
વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ એ. કે. શાહે જણાવ્યું હતું કે, આ બજેટમાં (Gujarat Budget 2022) વાપીના ઉદ્યોગોને ખૂબ મોટી આશા છે, જેમાં ઉદ્યોગોના એક્સપાન્ઝન સ્કીમમાં ફેરફાર, CETPની દરિયા સુધીની પાઈપલાઈન પ્રોજેકટ માટે જરૂરી નાણાકીય રકમની સહાયની જાહેરાત કરે. જો આ થશે તો વાપીમાં હાલ CETPનું 250 આઉટલેટ સામે 500 આઉટલેટ મેળવી શકશે. CETPની હાલની 55 MLDની ક્ષમતાને વધારી 100 MLD કરી શકશે. નાળાઓ, નદીઓ, ખાનકીમાં જતું કેમિકલયુક્ત પાણી સીધું CETP મારફતે દરિયામાં જતું રહેશે. ભૂગર્ભ જળ સુરક્ષિત રહેશે. નવા ઉદ્યોગો આવશે જેનાથી સરકારને રેવન્યુ અને વધુ પ્રમાણમાં રોજગારી મળશે.
5 વર્ષની સબસિડી સ્કીમ, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસીમાં ફેરફારની નવી જાહેરાત કરે
ઉદ્યોગપતિ એ. કે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પોલિસીમાં હાલ 2 વર્ષની સબસિડી સ્કીમ છે. તેને બદલે 5 વર્ષની સબસિડી સ્કીમ (Subsidy scheme in industrial policy) અમલમાં મૂકવી જોઈએ. GPCB દ્વારા જે રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસી છે. તેમાં ફેરફાર કરી ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન ઝોન બેઝ ઉદ્યોગોને સ્થાપવા જે 500 મીટર ની પોલિસી નડી રહી છે. તેમાં ફાયદો થાય, ગ્રામ્ય વિસ્તારમાં વીજપૂરવઠો અવિરત મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. પર્યાવરણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે નવી જાહેરાત કરે.
કોરોના કાળ માં ઉદ્યોગોને મોટું નુકસાન થયું છે
તો ઉદ્યોગપતિ શિરીષ દેસાઈએ આ બજેટમાં આશા સેવી હતી કે, બજેટમાં (Gujarat Budget 2022) નાણાપ્રધાન કેમિકલ, પેપર, ટેક્ષટાઈલ્સમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી મહત્વની જાહેરાત કરશે. તો ગુજરાત દેશભરમાં ઔદ્યોગિક વિકાસક્ષેત્રે હરણફાળ ભરી શકશે. જોકે, કોરોના કાળમાં સરકારે ખૂબ મોટી રકમ ખર્ચી છે. ઉદ્યોગોએ પણ ખૂબ મોટું નુકસાન સહન કર્યું છે. એટલે આ બજેટમાં (Gujarat Budget 2022) થનારી જાહેરાતોમાં એનો સમન્વય કરી નવી સ્કીમ લાવશે તેવી આશા સેવી હતી. તો અન્ડર કેબલિંગ, ડ્રેનેજ, GIDCના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેક પ્રોજેકટ મંજૂર કર્યા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઔદ્યોગિક વસાહત માટે વિશેષ ગ્રાન્ટની જોગવાઈ કરે
ઉદ્યોગપતિ યોગેશ કાબરિયાએ જણાવ્યું હતું કે, વાપીના ઉદ્યોગો માટે CETPની જે લાઈન દરિયા સુધી લઈ જવાનું ભગીરથ કાર્ય છે. તે માટે ખાસ જોગવાઈ કરે, ઈરિગેશનમાં રાહત સાથે વધારો થાય સોલાર પ્રોજેકટ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે. નગરપાલિકા-મહાનગરપાલિકા જે રીતે વિશેષ ગ્રાન્ટની જોગવાઈ છે. તેવી જોગવાઈ ઉદ્યોગો માટે ઔદ્યોગિક વસાહતમાં કરે તો અદ્યોગિક વિકાસ થશે તેવી આશા અપેક્ષા સેવી હતી.
1968માં વાપી GIDC નો પાંયો નાખ્યા બાદ આ વિસ્તાર સતત ઉદ્યોગો માટે મહત્વનો વિસ્તાર
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1968ના મે મહિનામાં વાપી GIDCનું ભારતના પૂર્વ નાણાપ્રધાન અને વડાપ્રધાન મોરારજી દેસાઈના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. વર્ષ 1968માં વાપી GIDCનો પાંયો નાખ્યા બાદ આ વિસ્તાર સતત ઉદ્યોગો માટે મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર બન્યો છે. કુલ 1,117 હેક્ટરમાં પથરાયેલા આ વિસ્તાર નોટિફાઈડ એરિયા ઓથોરિટી હસ્તક છે. 1,100 હેક્ટરમાં પથરાયેલા જીઆઇડીસીમાં વર્ષ 1972થી ઉદ્યોગો ધમધમવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 155 ઉદ્યોગો કાર્યરત્ થયા હતા. જ્યારે આજે 3,000 જેટલા નાના મોટા એકમો ધમધમે છે. ત્યારે આશા રાખીએ કે, ઉદ્યોગકારોએ ગુજરાતના બજેટ 2022-23માં (Gujarat Budget 2022) સેવેલી આશા અપેક્ષાઓ (Expectation for new Announcement in Gujarat budget) ફળે.