ETV Bharat / city

વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ - valsad news

વલસાડના વાપી ડુંગરી ફળિયામાં ભંગારના 7 ગોડાઉનમાં મોડી રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ બનાવ અંગે ગોડાઉન સંચાલકો અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ દુર્ઘટના
આગ દુર્ઘટના
author img

By

Published : Feb 26, 2021, 6:26 PM IST

Updated : Feb 26, 2021, 7:09 PM IST

  • ડુંગરી ફળિયામાં આગની ઘટના
  • આગમાં 7 ભંગારના ગોડાઉન બળીને ખાખ
  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

વલસાડ : વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં નાનામોટા અનેક ભંગારના ગેરકાયદેસર ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં છાશવારે આગના બનાવો બને છે. એવો જ વધુ એક આગનો બનાવ બનતા GIDC ઉપરાંત આસપાસના ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગ દુર્ઘટનામાં 7 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા.

વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ

7 ભંગારના ગોડાઉનમાં આગ લાગી

વલસાડના વાપી ડુંગરી ફળિયામાં આવેલા 7 ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ભંગારના ગોડાઉન સંચાલકો, ફાયર ફાઇટર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે વાપી ટાઉન અને વાપી GIDC સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી.

આગ લાગવાનું કારણ અકબંધ

ગત મધ્ય રાત્રિએ આ આગ લાગી હતી. જેથી ભંગારના ગોડાઉનમાં કોઈ હાજર ન હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ભંગારના ગોડાઉનમાં છૂટાં પડેલા ભંગારના જથ્થાઓમાં આગ લાગતા સમગ્ર ગોડાઉન આગમાં ખાખ થઈ ગયું હતું.

ફાયર સેફટીના અભાવના કારણે બને છે આગની ઘટના

આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો ધમધમતા હોય છાશવારે બનતી આગની ઘટનાથી આ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. કોઈપણ પ્રકારની ફાયર સેફટી વગર ધમધમતા આવા ગોડાઉન માલિકો પર તંત્ર તવાઈ બોલાવે તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

Last Updated : Feb 26, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.