વલસાડ: વાપીમાં ગાંધીજયંતી નિમિત્તે કોપરલી 4 રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, પાલિકાના નગરસેવકો, ભાજપના શહેર પ્રમુખ સતીશ પટેલ, ભાજપના કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અને સુતરની આંટી પહેરાવી જન્મજયંતીની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી તેઓ આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સ્વચ્છતા અભિયાનનું જે સર્વેક્ષણ થયું છે, તેમાં દેશની 4000 નગરપાલિકામાં વાપીનો 82મો નંબર મળ્યો છે. આ ઉપરાંક ગુજરાતની નગરપાલિકામાં વાપી નંબર 2 પ2 રહ્યું છે. જેની વાપી નગરપાલિકાના પ્રમુખે ખૂશી વ્યક્ત કરી હતી.
આ સાથે જ શહેરની સ્વચ્છતા આગામી દિવસોમાં પણ યથાવત રહે તે માટે વાપીના નગરજનોને કોઈપણ વ્યક્તિ રસ્તા પર કચરો નાખે તો તેને ટોકો અને રોકોના સંકલ્પ સાથે શહેરને સાફ સુથરુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવવા નવો સંકલ્પ નગરપાલિકાના પ્રમુખે આપ્યો હતો.