ETV Bharat / city

વાપીમાં બાઈકની ચોરી કરનારા 4ની ધરપકડ - વલસાડ પોલીસ

વાપી ટાઉન પોલીસે વાપી તેમજ દમણ વિસ્તારમાં બાઈક ચોરી કરનારી ટોળકીની ધરપકડ કરી છે. આ ટોળકી પેટ્રોલ પૂર્ણ થવા પર અન્ય બાઈકની ચોરી કરતી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી 14 બાઈક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીમાં બાઈકની ચોરી કરનારા 4ની ધરપકડ
વાપીમાં બાઈકની ચોરી કરનારા 4ની ધરપકડ
author img

By

Published : Nov 14, 2020, 1:59 AM IST

  • વાપી ટાઉન પોલીસે બાઈક ચોર ગેંગની ધરપકડ કરી
  • બાઈક ચોરતા 4 ઈસમો પાસેથી 14 બાઈક મળ્યાં
  • બાઈક ચોરો મસ્તી માટે કરતા હતા ચોરી
    વાપીમાં બાઈકની ચોરી કરનારા 4ની ધરપકડ

વલસાડઃ વાપી ટાઉન પોલીસે વાપી તેમજ દમણ વિસ્તારમાંથી બાઈકની ચોરી કરનારા 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 14 બાઈક જપ્ત કર્યાં છે. આરોપીઓ બાઈકની ચોરી કરી પેટ્રોલ પૂર્ણ થવા પર બાઈક છોડી બીજા બાઈકની ચોરી કરતા હતા.

બાઈક ચોરીને નીકળેલા ચોરને પોલીસે દબોચી લીધા

વાપીમાં બાઈક ચોરીના વધતા કેસને ધ્યાને રાખી જિલ્લા SP ડૉ.રાજદીપસિંહ ઝાલા અને વાપી વિભાગના DySp વી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસ મથકના PI આર.ડી.મકવાણાની ટીમે બાતમીના આધારે વાપી જુના રેલવે ગરનાળા બહાર દેસાઇવાડ તરફ જતા રોડ ઉપર એક યુપી પાર્સિંગની બાઈકને અટકાવી હતી. ત્યારબાદ ચાલક શિવમ કુંદન પટેલ, અભિષેક ઉર્ફે મીલન વિનોદસિંહ ચંદેલ, તેમની સાથે એક્ટિવા પર આવતા સંજય શંભુપ્રસાદ જયસ્વાલ અને સગીર બાળકને અટકાવી આધાર પુરાવા અંગે પૂછપરછ કરતાં આ ગાડીઓ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.

ETV BHARAT
બાઈકની ચોરી

પેટ્રોલ પૂર્ણ થવા પર બાઈક છોડી બીજું બાઈક ચોરી કરતા હતા

પોલીસે આરોપી પાસેથી ચોરેલા 14 બાઈક જપ્ત કર્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બાઈકની ચોરી કરી પેટ્રોલ પત્યા બાદ તેને સંતાડીને અન્ય ગાડીઓની ચોરી કરી ફરાર થઇ જતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.