ETV Bharat / city

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 19-19 કેસ કોરોના પોઝિટિવ, અનુક્રમે 7, 12 અને 7 દર્દીઓ ડિસ્ચાર્જ - કોરોના અપડેટ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 29મી જુલાઈએ 19 કોરોના પોઝિટિવ કેસ સ્થાનિક વિસ્તારના તો, 32 કેસ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરવા આવેલા કામદારોના નોંધાયા છે. એ જ રીતે વલસાડમાં પણ 19 અને દમણમાં પણ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્રણેય વિસ્તારમાંથી કુલ 26 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાને રાખી સેલવાસ કલેકટરે પ્રજાજોગ સંદેશ આપ્યો છે.

Corona Update
કોરોના અપડેટ
author img

By

Published : Jul 29, 2020, 8:51 PM IST

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 29મી જુલાઈએ સ્થાનિક વિસ્તારના 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો, એ સાથે ઔદ્યોગિક વિસ્તારમાં હાથ ધરાતાં ચેકીંગ દરમિયાન બહારથી કામ અર્થે આવેલા 32 કામદારોનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા કુલ એક જ દિવસમાં 51 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે પ્રશાસન કોરોના સામે સતર્ક હોવાનું અને પૂરતા બેડ-ઓક્સીઝનની સુવિધા હોવાનું દાદરા નગર હવેલી કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું.

કોરોના અપડેટ

દાદરા નગર હવેલીમાં હાલ કુલ એક્ટિવ કેસ 199 છે. જ્યારે 276 કેસ રિકવર થયા છે. કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 198 થઈ છે. તો, સંઘપ્રદેશ દમણમાં પણ નવા 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે 12 દર્દીઓ સાજા થતા તેને ઘરે રવાના કરાયા હતાં. દમણમાં 158 એક્ટિવ કેસ છે. તો, 358 કેસ રિકવર થયા છે. કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 115 પર પહોંચી છે.

Corona Update
કોરોના અપડેટ

આ તરફ વલસાડમાં પણ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વલસાડમાં 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે એકપણ મૃત્યુ નોંધાયું નથી. વલસાડ જિલ્લામાં કુલ 610 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 193 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 354ને સારવારમાંથી રજા આપવામાં આવી છે.

Corona Update
કોરોના અપડેટ
Corona Update
કોરોના અપડેટ

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 706 દર્દીઓ હોમ કોરોન્ટાઇનમાં છે. જેમા મંગળવારે ઉમરગામના 5 લાખની ખંડણી પ્રકરણમાં ઝડપાયેલા પત્રકાર પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોને પણ હોમ કોરોન્ટાઇન કરી તેમના નિવાસસ્થાને સિલિંગ કરી સેનેટાઇઝ કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.