ETV Bharat / city

Congress મહિલા પાંખે મોંઘવારીના વિરોધમાં તેલના ડબ્બા વગાડ્યાં, કોરોના ગાઈડલાઈનના લીરેલીરા - Guideline Violation

ભાવનગર મહિલા કોંગ્રેસે (Congress) તેલના,પેટ્રોલના અને રાંધણગેસના વધેલા ભાવને પગલે (Inflation Protest) વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજ્યો હતો. કોંગ્રેસ મહિલા પાંખ કોરોનાની ગાઈડલાઈન ભૂલીને તેલના ડબ્બા વગાડવામાં મસ્ત રહીને વિરોધ કરવામાં હતી. તો આવેદન આપતાં પણ કોરોનાની ગાઈડલાઈન ભૂલાઈ ગઈ હતી.

Congress મહિલા પાંખે મોંઘવારીના વિરોધમાં તેલના ડબ્બા વગાડ્યાં, કોરોના ગાઈડલાઈનના લીરેલીરા

author img

By

Published : Jun 24, 2021, 4:29 PM IST

  • ભાવનગર મહિલા કોંગ્રેસ (Congress) પાંખનો મોંઘવારીને લઈ વિરોધ
  • કલેકટર કચેરીએ તેલના ખાલી ડબ્બા સાથે કર્યો વિરોધ
  • સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં
  • કલેકટરને આવેદનપત્ર પણ નિયમ ભંગ સાથે આપવામાં આવ્યું

    ભાવનગરઃ ભાવનગર શહેરમાં કોંગ્રેસની (Congress) મહિલા પાંખે મોંઘવારીના પગલે વિરોધ પ્રદર્શન અને આવેદનનો કાર્યક્રમ યોજ્યો હતો. કલેકટર કચેરી બહાર કોંગ્રેસ મહિલા પાંખે સૂત્રોચ્ચાર કર્યા અને બાદમાં આવેદન આપવામાં આવ્યું હતું. તેલ, પેટ્રોલના વધેલા ભાવનો વિરોધ કોરોના ગાઈડલાઈનના ભંગ (Guideline Violation) સાથે અને નવીન રીતે કરવામાં આવ્યો હતો.

    કોંગ્રેસની મહિલા પાંખે મોંઘવારીના વિરોધમાં કર્યો કાર્યક્રમ

    ભાવનગર મહિલા પાંખ કોંગ્રેસ (Congress) દ્વારા મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કલેકટર કચેરી ખાતે કોંગ્રેસની મહિલા પાંખ ખાલી તેલના ડબ્બા અને ગેસ સિલિન્ડરના પોસ્ટર સાથે પહોંચી હતી. કોંગ્રેસ પુરુષ નેતા આગેવાન અને શહેર કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યાં હતાં. મહિલાઓએ મોંઘવારીના પગલે તેલના ડબ્બા ખખડાવીને વિરોધ નોંધાવ્યો હતો. અંતમાં કલેકટર કચેરીમાં બહેનો તેલના ડબ્બા ખખડાવતા પહોંચ્યાં હતાં અને કલકટરને આવેદનપત્ર આપ્યું હતું.
    નવા આવેલા કલેકટરને આવેદન પણ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીનેે આપવામાં આવ્યું

આ પણ વાંચોઃ રસી લેવી કે ન લેવી તે મારો અંગત નિર્ણય, એરફોર્સનો અધિકારી પહોંચ્યો હાઈકોર્ટમાં

મહિલા કોંગ્રેસના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડયાં

ભાજપ હોય કે કોંગ્રેસ (Congress) જ્યારે કોઈ પક્ષના કાર્યક્રમ કોરોનાકાળમાં થયાં છે તો (Guideline Violation) ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી. કોંગ્રેસની મહિલા પાંખના મોંઘવારીના વિરોધમાં પણ ડિસ્ટન્સ જોવા મળ્યું નથી. મહિલા કોંગ્રેસ કાર્યકર અને નેતાઓ સહિત ડિસ્ટન્સ વગર વિરોધ કરવામાં આવ્યો અને એટલું નહીં, નવા આવેલા કલેકટરને આવેદન પણ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીનેે આપવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનના પ્રજાને પાઠ ભણાવનારા અધિકારી અને નેતાઓ જાતે જ નિયમોના ધજાગરા કરી રહ્યાં છે અને પ્રજાને કોરોના નામે નિયમ ભંગ બદલ દંડી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Violation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.