ETV Bharat / city

ધોરણ 10-12 પાસ મહિલાઓને આ જગ્યાએ મળશે વિનામૂલ્યે તાલીમ, આત્મનિર્ભર બનવાની ઉત્તમ તક

ભાવનગરમાં આવેલી મહિલા ITI યુવતીઓ અને મહિલાઓ માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ બની (Womens ITI in Bhavnagar) રહી છે. અહીં સરકારી નોકરી માટેના પણ અનેક કોર્સ ચાલે છે. આમાંથી કેટલાક કોર્સ તો વિનામૂલ્યે કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ અન્ય શું વિશેષતા છે આ મહિલા ITIની.

author img

By

Published : Jun 30, 2022, 9:18 AM IST

ધોરણ 10-12 પાસ મહિલાઓને આ જગ્યાએ મળશે વિનામૂલ્યે તાલીમ, આત્મનિર્ભર બનવાની ઉત્તમ તક
ધોરણ 10-12 પાસ મહિલાઓને આ જગ્યાએ મળશે વિનામૂલ્યે તાલીમ, આત્મનિર્ભર બનવાની ઉત્તમ તક

ભાવનગરઃ શહેરમાં મહિલા ITI આવેલી છે, જેનો કોઈને કદાચ ખ્યાલ જ નથી. આ મહિલા ITI (Industrial Training Institute Women Bhavnagar) યુવતીઓ અને મહિલાઓ માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. અહીં મહિલાઓને ધોરણ 8 અને 10 પછી સરકારી અને સ્વરોજગાર મેળવવા 5 કોર્સ વિનામૂલ્યે (Free course for women) કરાવવામાં આવે છે. આ તમામ કોર્સથી સરકારી નોકરી અને સ્વરોજગારની ઉત્તમ તક ઊભી (Excellent opportunity for women to get government jobs) થઈ છે. કોર્સ માત્રથી યુવતીઓ શિક્ષણ મેળવીને આર્થિક મજબૂત બની શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી શરૂ થયેલી આ મહિલા ITIમાં 250 બેઠકો છે.

ધોરણ 10-12 પાસ મહિલાઓને આ જગ્યાએ મળશે વિનામૂલ્યે તાલીમ

મહિલા ITI અને કોર્સ - શહેરમાં ભાગ્યે જ લોકોને ખ્યાલ હશે કે, મહિલા ITIની સ્થાપના 2012માં ભાવનગરના ITIના સંકુલમાં (Industrial Training Institute Women Bhavnagar) કરવામાં આવી હતી. 250 બેઠક માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. ધોરણ 8 અને ધોરણ 10 પાસ કોઈ પણ ઉંમરની મહિલાઓ આ કોર્સ કરી શકે છે. અહીં હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, કમ્પ્યૂટર ઓપરેટિંગ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા), ફેશન ડિઝાઈનિંગ ટેકનોલોજી, કોસ્મેટોલોજી (બ્યૂટી પાર્લર) અને ડ્રેસ મેકિંગ (સિવણ) જેવા એક વર્ષના કોર્સ (Various Course for women in Women ITI) કરાવવામાં આવે છે. કોર્સના અંતે ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

મહિલાઓને સિવણ કામ શિખવવામાં આવે છે
મહિલાઓને સિવણ કામ શિખવવામાં આવે છે

આ પણ વાંચો- Atamnirbhar Womens : ગવાડા ગામની મહિલાઓ એક હેતુ સાથે બની સંગઠિત, તો મળી આ સિદ્ધિ

મહિલા ITIમાં મહિલાઓ માટે ઉજ્જવળ તક અને શું કૉલેજમાં મદદ - ભાવનગર મહિલા ITIમાં (Industrial Training Institute Women Bhavnagar) દરેક કોર્સ માટે લેબ બનાવવામાં આવેલી છે. બ્યૂટી પાર્લરના આધુનિક સાધનો છે. તો કોપા કોર્સ માટે કમ્પ્યૂટર લેબ તો સિવણના કોર્સ માટે આધુનિક સંચાઓ છે. આમ, દરેક કોર્સમાં યુવતીઓ અને મહિલાઓને સેવા (Various Course for women in Women ITI) આપવામાં આવી છે. ગરીબ યુવતી મહિલા માટે સાયકલ ફાળવવામાં આવે છે. તો ઓનલાઈન કોઈ સંશોધન માટે મોબાઈલ લાઈબ્રેરી પણ રાખવામાં આવેલી છે. આમાં કૉલેજમાં મોબાઈલ નેટ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તજજ્ઞોની ટીમ વચ્ચે યુવતીઓ શિક્ષણ મેળવે છે.

બ્યૂટી પાર્લરના આધુનિક સાધનો
બ્યૂટી પાર્લરના આધુનિક સાધનો
મહિલાઓને સિવણ કામ શિખવવામાં આવે છે
મહિલાઓને સિવણ કામ શિખવવામાં આવે છે

આ પણ વાંચો-Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

કેવો રોજગાર મળી શકે છે અને શું સરકાર તરફથી કોર્સ બાદ ઉપલબ્ધિ - મહિલા ITIમાં (Industrial Training Institute Women Bhavnagar) કોર્સ એક વર્ષના છે, જે પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સાથે શિષ્યવૃતિ, સાયકલ યોજના, બેન્કેબળ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ હેલ્થ સેનિટરી ઈન્સ્પેકટર કોર્સમાં આરોગ્ય સરકારી વિભાગમાં નોકરીની તકો (Excellent opportunity for women to get government jobs) ઉપલબ્ધ બને છે. તો કોપાથી પણ સરકારી નોકરી માટે તમે ઉમેદવારી કરી શકો છો. બાકી ફેશન ડિઝાઈનિંગ, કોસ્મેટોલોજી અને ડ્રેસ મેકિંગથી પણ ટીચર તરીકે રોજગારી મળે છે અને સ્વરોજગારી પણ મેળવી શકાય છે. મહિલા ITIની કેટલીક યુવતીઓ હાલમાં સ્વ રોજગાર અને નોકરીઓ મેળવીને પ્રગતિ કરી ચૂકેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.