ETV Bharat / city

Uttarayan 2022 In Bhavnagar: ભાવનગરમાં દોરીથી 16 લોકોના કપાયા ગળા, 36 ધાબા પરથી પટકાયા

ભાવનગરમાં ઉત્તરાયણ (Uttarayan 2022 In Bhavnagar)ના દિવસે 16 લોકોને ગળાના ભાગે દોરી (Kite string Injured in Bhavnagar) વાગી હતી. તો 36 લોકો ધાબા પરથી પડી ગયા હતા. કરંટ લાગવાના 2 બનાવો બન્યા હતા. પતંગની દોરીના કારણે શહેરમાં 17 પક્ષીના મોત થયા હતા.

Uttarayan 2022 In Bhavnagar: ભાવનગરમાં દોરીથી 16 લોકોના કપાયા ગળા, 36 ધાબા પરથી પટકાયા
Uttarayan 2022 In Bhavnagar: ભાવનગરમાં દોરીથી 16 લોકોના કપાયા ગળા, 36 ધાબા પરથી પટકાયા
author img

By

Published : Jan 14, 2022, 9:37 PM IST

ભાવનગર: શહેરમાં વહેલી સવારથી ઠંડી (Cold in bhavnagar)ની વચ્ચે ઉત્તરાયણ (Uttarayan 2022 In Bhavnagar)નો પ્રારંભ થયો હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગળામાં દોરીથી ઇજા (Kite string Injured in Bhavnagar), રસ્તા પર પતંગ માટે દોડતા અકસ્માતના બનાવ, ઇલેક્ટ્રિક તારમાંથી દોરી કાઢતા ઇજાના (Electric Shock Cases In Bhavnagar) બનાવો અને ધાબા પરથી પટકાવાના બનાવો બન્યા હતા. ભાવનગર શહેરમાં ઉતરાયણ નિમિત્તે દિવસ દરમિયાન પતંગ રસિયાઓ દ્વારા પતંગની મજા લૂંટવામાં આવી હતી, પરંતુ આ મજા નિર્દોષ પક્ષીઓ માટે મોત (Death Of Birds In Uttarayan In Bhavnagar) સમાન બની ગઈ હતી. તો કેટલાક લોકો પણ દોરીના ભોગ બન્યા હતા, જેને લઇને સર ટી હોસ્પિટલ (sir t hospital bhavnagar)માં સારવારમાં ખસેડાયા હતા. પક્ષીઓ માટે વનવિભાગ અને જીવદયાપ્રેમીઓ ખડેપગે રહ્યા હતા.

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ પર બન્યા દોરીથી ઘાયલ થવાના અને ધાબેથી પટકાવાના બનાવો.

કેટલા પક્ષીઓ બન્યા ભોગ?

ભાવનગર શહેરમાં ઉતરાયણની સાંજ સુધીમાં વનવિભાગ (Forest Department Bhavnagar) અને જીવદયા પ્રેમીઓને ઘાયલ પક્ષીઓ માટે આવેલા કોલ 77 આસપાસ છે. 77 જેટલા પક્ષીઓ દોરીનો ભોગ બન્યા છે, જેમાં 17 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે. તો 60 જેટલા પક્ષીઓ વન વિભાગની દેખરેખ હેઠળ હાલ સારવારમાં છે તેમ વનવિભાગના ક્રિપાલસિંહે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Uttarayan 2022 Gujarat: રાજ્યમાં 224 લોકોને થઈ પતંગની દોરીથી ઈજા, અમદાવાદમાં સૌથી વધુ

દોરીથી ઈજાના અને ધાબા પરથી પડવાના કેસ

રસ્તા ઉપર કપાઈને આવેલા પતંગ અથવા તો તાર પર લટકતી દોરીના પગલે ઇજાની ઘટનાઓ પણ સામે આવ્યા છે. ભાવનગરની 108ની ટીમ (108 service bhavnagar) પાસે 102 જેટલા કોલ જિલ્લાના કુલ ઈજાગ્રસ્તોના આવ્યા હોવાનું 108ના ભાવનગરના હેડ ચેતન ગાઢેએ જણાવ્યું છે. જેમાં 16 ગળામાં દોરીની ઇજાના છે, તો 36 ધાબા પરથી પડવાના તો રસ્તા પર દોડતા અકસ્માતના બનાવો 48 હોવાનું જણાવ્યું છે. જ્યારે ઇલેક્ટ્રિક તારમાંથી દોરી કાઢતા શૉક કે ઇજા થવાના 2 બનાવો છે. 102માંથી 29 વધુ ગંભીર ઇજાવાળા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દોરીની ઇજાથી 16 બનાવમાં વધુ ગંભીર 6 લોકો, રસ્તા પર દોડતા દોરી વાગતા ગંભીર 48 માંથી 17 લોકો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Makar Sankranti 2022: ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર લખી એક લાખથી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.