- ભાવનગરમાં રવિવારે જોવા મળી અનોખી ખગોળીય ઘટના
- ભાવનગરમાં લોકોનો પડછાયો એકથી બે મિનિટ પડછાયો થયો ગુમ
- કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થા દ્વારા લાઈવ કરવામાં આવ્યું
ભાવનગર : શહેરમાં બનેલી ખગોળીય ઘટનામાં વ્યક્તિ સાથે ચાલતો તેનો પડછાયો 1થી 2 મિનિટ માટે ગુમ થઈ ગયો હતો. ભાવનગર કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજીને સમગ્ર માહિતી આપી હતી.
એકથી બે મિનિટ માટે વ્યક્તિ પડછાયો થયો ગુમ
ભાવનગર શહેરમાં બનેલી એક ખગોળીય ઘટના જોવા મળી છે. આમ તો ઘટના દર વર્ષે બનતી હોય છે, પણ તેનો સમય અને તારીખમાં ક્યારેક ફેર આવતો હોય છે. રવિવારના રોજ 30 મે ના રોજ એક ઘટના બની હતી. જેમાં વ્યક્તિનો પડછાયો ગુમ થયો હતો. વિજય મુહુર્ત એટલે 12.39ના સમયે પૃથ્વી રવિવારના રોજ સૂર્ય એક દિશામાં હતા અને કેન્દ્રમાં ભાવનગર હતું, એટલે સીધી લીટીમાં આવતા ભાવનગરના દરેક વ્યક્તિના એકદમ માથા પર સૂર્ય પ્રકાશ આવતા પડછાયો ઝીરો ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ક્ષણ માત્ર 1થી 2 મિનિટ પૂરતી રહી હતી.
અલગ અલગ દિવસે અલગ અલગ જિલ્લામાં સમય અને તારીખમાં ફેરફાર હશે
ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થા દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું. ખગોળીય ઘટના મુદ્દે સોશિયલ મીડિયામાં અને લોકોને જાણકારી આપવામાં આવી હતી. લોક પ્રાદેશિક સંસ્થાના સંચાલક હર્ષદ જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષમાં એક સમય આવું બને છે. ભાવનગરમા રવિવારના રોજ આ ઘટના બની હતી. પડછાયો ઝીરો ડિગ્રીએ આવ્યો, જ્યારે રાજકોટમાં શનિવારે આ ઘટના બની હતી. આમ અલગ અલગ દિવસે અલગ અલગ જિલ્લામાં સમય અને તારીખમાં ફેરફાર હશે. પૃથ્વી અને સૂર્ય સીધી લીટીમાં આવતા એક કે બે મિનિટ માટે પડછાયો ગુમ થાય એટલે ઝીરો લેવલે આવે છે. આગામી જુલાઈ માસમાં ફરી ભાવનગરમાં આવી ઘટના બનશે.
આ પણ વાંચો -
- આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે
- લોકડાઉનથી કંટાળેલા લોકો માટે ખાસ અહેવાલ, વહેલી સવારે અને સાંજે બનશે આ અનોખી ખગોળીય ઘટનાઓ
- વલસાડ જિલ્લામાં સૂર્યગ્રહણના નજારાને લાગ્યું વાદળોનું ગ્રહણ
- 794 વર્ષ બાદ ફરી બનેલી ગુરુ અને શનિની યુતિની ખગોળીય ઘટના નિહાળવા ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ઉમટી પડ્યા