- કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી વિકાસ વર્તુળની મુલાકાત
- પીએમ મોદીએ કર્યો હતો મન કી બાતમાં વિકાસ વર્તુળનો ઉલ્લેખ
- મનસુખ માંડવિયાએ વિઝિટર બુકમાં પોતાનો અભિપ્રાય લખ્યો
ભાવગનર: શહેરનું વિકાસ વર્તુળ 10 મિત્રોનું એક સાહસ છે. જે યુવા વર્ગો માટે આશીવાર્દરૂપ છે. આશરે 50 વર્ષથી ચાલતી વિકાસ વર્તુળ સંસ્થાનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો. જેમાં પીએમ મોદીએ યુવા વર્ગને પ્રોત્સાહન આપવા વિકાસ વર્તુળનો કિસ્સો રજૂ કર્યો હતો. વડાપ્રધાનની મન કી બાત બાદ કેન્દ્રીય કેબીનેટ પ્રધાન મનસુખ માંડવીયા પણ વિકાસ વર્તુળ ટ્રસ્ટની મુલાકાતે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે વિકાસ વર્તુળની લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી સંસ્થાની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
વિકાસ વર્તુળ વિશે શું કહ્યું મનસુખ માંડવિયાએ?
વિકાસ વર્તુળ યુવા વર્ગ માટે આશીવાદરૂપ છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ તેને આપવા માટેના ફોર્મ સહિતની માહિતી ભાવનગરનું આ વિકાસ વર્તુળ ટ્રસ્ટ યુવાઓ સુધી પહોંચાડે છે. જેને પગલે અનેક યુવાઓ વિકાસ વર્તુળના સહયોગથી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. ત્યારે વિકાસ વર્તુળનો સહયોગ લેવામાં કેન્દ્રીય કેબીનેટ પ્રધાન મનસુખ માંડવિયા પણ બાકી નથી રહ્યા. મનસુખ માંડવિયાએ તેમની મુલાકાત દરમિયાન વિકાસ વર્તુળના લોકોને કહ્યું કે, તેઓ પણ અહીંથી પુસ્તક લઈને વાંચન કરવા માટે લઈ જતા હતા. વિકાસ વર્તુળની કામગીરીને વખાણીને મનસુખ માંડવિયાએ કોઈ પણ જરૂરિયાત હોઈ તો તેમનો સંપર્ક કરવા વિનંતી પણ કરી હતી.