ETV Bharat / city

આ વર્ષે તૌકતે વાવઝોડાના કારણે ભાવનગરના મહેમાન બનતા ઢોક બગલાને નેસ્ટિંગમાં પડશે તકલીફ

ભાવનગરમાં જિલ્લામાં ઢોક બગલાની મોટી વસાવત આવેલી છે. ઉનાળાના પ્રારંભમાં દરિયા કિનારે આવીને વસતતા ઢોક બગલાને નેસ્ટિંગ માટે શહેર તરફ વળે છે પણ આ વર્ષે તૈકેતે વાવઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે વૃક્ષની કમી ઉભી થઈ રહી છે. કુંભારવાડામાં વેટલેન્ડમાં આવતા યાયાવર પક્ષીઓ માટે કેમિકલ પાણી અને ઇલેક્ટ્રિક લાઇન દર વર્ષે મૃત્યું માટે જવાબદાર બની રહ્યા છે.

ભાવનગર
આ વર્ષે તૌકતે વાવઝોડાના કારણે ભાવનગરના મહેમાન બનતા ઢોક બગલાને નેસ્ટિંગમાં પડશે તકલીફ
author img

By

Published : Aug 21, 2021, 12:23 PM IST

  • ભાવનગરમાં ઢોક બગલા માટે આગામી નેસ્ટિંગમાં પડશે મુશ્કેલી
  • વાવાઝોડામાં અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થતા નેસ્ટિંગમાં પડશે મુશ્કેલી
  • કુંભારવાડા વેટલેન્ડમાં આવતા યાયાવર પક્ષીઓ માટે પણ કેમિકલ પાણી ખતરારૂપ

ભાવનગર: દરિયા કાંઠા સિવાય ભાવનગર જિલ્લો પ્રાકૃતિક વૈવિધ્ય પણ ધરાવે છે, જેના કારણે સ્થાનિક ઢોક બગલાની મોટી વસાહત જિલ્લાના ગંગાજળિયા તળાવ પાસે આવેલી છે. આ પક્ષીઓ વૃક્ષની ઉંચાઈ પર મોળો બનાવીને રહેતા હોય છે પણ આ વર્ષે તૌકતેના કારણે વૃક્ષોને મોટી માત્રમાં નુક્સાન થયું છે અને મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે ઢોક બગલાને નેસ્ટિંગ કરવામાં તકલીફ ના પડે તે માટે પક્ષી પ્રેમીઓએ કેટલીક માગો કરી છે.

પક્ષીઓ માટે મહાકાય વૃક્ષો જરૂરી

આશરે 3 હજારથી વધુ ઢોક બગલા શહેરમાં દરિયાથી નજીક અને ગંગાજળિયા તળાવની આસપાસ ઝાડની ઉંચાઈ પર નેસ્ટિંગ કરે છે અને બચ્ચાઓ મોટા થાય એટલે છ મહિના સુધી શહેરમાં રહે છે અને બચ્ચાઓ મોટા થતા ગરમીના પ્રારંભ પહેલા દરિયા કાંઠે જતા રહે છે. આ ઢોક બગલાના નેસ્ટીંગ માટે મહાકાય વૃક્ષો જરૂરી બની ગયા છે.

આ પણ વાંચો : ચોંકાવનારો કિસ્સો: સાવધાન, ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પરથી માત્ર સામાન જ નહિં, ઝેરનો પણ થાય છે વેપલો

નવા વૃક્ષો ઉગાડવાની માગ

શહેરની ગંગાજળિયા તળાવની ફરતે મોતીબાગ ટાઉનહોલ, પિલગાર્ડન, મહિલાબાગ આવેલા છે, એ સિવાય પણ આસપાસના રહેઠાણમાં મહાકાય વૃક્ષો વાવાઝોડામાં ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે ઢોક બગલાઓને નેસ્ટિંગ માટે મોટી તકલીફ ઊભી થઈ છે. જેથી પર્યાવરણપ્રેમીઓએ તંત્ર અને વનવિભાગ પાસે મહાકાય વૃક્ષો ઉગાડવા માગ કરી છે.

આ પણ વાંચો : પૌરાણિક વારસો જાળવી રાખવા કરાય છે વડોદરાના રાજા રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ

પક્ષીઓ માટે કેમિકલ ઘાતક પુરવાર

કુંભારવાડા અને નારી માઢિયા ઘાસવાળા વિસ્તારને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ફ્લેમિંગો સહિતના અનેક પક્ષીઓ આવે છે, પણ આ વિસ્તારમાં આવતા પક્ષીઓ માટે ફેકટરીઓમાંથી વહેતા ઘાતક કેમિકલ અને પાણી અને કુંભારવાડામાં ઇલેક્ટ્રિકની નીકળતી લાઈનન ઘાતક પુરવાર થઈ છે અન તેના કારણે કેટલાક ફ્લેમિંગો મૃત્યુ પામ્યા છે. જેથી પર્યાવરણપ્રેમીએ આ મામલે પણ વનવિભાગ પાસે યાયાવર પક્ષીના સુરક્ષા માટે માગ કરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.