ETV Bharat / city

ભાવનગરમાં કોરોનાની ચરમસીમા દરમિયાનની અને હાલની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક - first wave of corona

ભાવનગરમાં કોરોનાની બીજી લહેર ( second wave of corona ) જ્યારે ચરમસીમાએ હતી ત્યારે હોસ્પિટલ્સમાં બેડ અને સારવાર માટે ઓક્સિજન માટે મથામણ કરવી પડતી હતી. જો કે, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાઓ વધારવામાં આવતા દર્દીઓને રઝળવું પડે તેવો સમય આવ્યો ન હતો. જોકે, ભાવનગરમાં કોરોનાની ચરમસીમા અને હાલની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. જે લોકોની માનસિકતા પર પણ અસર કરે છે.

ભાવનગરમાં કોરોનાની ચરમસીમા દરમિયાનની અને હાલની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક

author img

By

Published : May 31, 2021, 4:14 PM IST

  • કોરોનાની લોકોની માનસિક સ્થિતિ પર વિપરિત અસર
  • કોરોનાની ચરમસીમા દરમિયાન બેડ પણ મળતા ન હતા
  • કોરોના ચરમસીમા બાદ પરિસ્થિતિ અનૂકૂળ થવા લાગી

ભાવનગર : શહેરમાં કોરોનાની બીજી લહેર ( second wave of corona in Bhavnagar ) જ્યારે ચરમસીમા પર પહોંચી ત્યારે લોકોની માનસિક સ્થિતિ પર તેની વિપરિત અસર પડી હતી. લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. એક તરફ વધતા કેસ અને સંક્રમણના કારણે લોકોમાં ડર હતો. ભાવનગરમાં 2 મે ના દિવસે અત્યારસુધીના સૌથી વધુ 436 કેસ નોંધાયા હતા. તે દિવસે સરકારી હોસ્પિટલમાં 988 બેડની વ્યવસ્થા હતી અને 828 દર્દીઓ સારવારમાં હતા જ્યારે ખાનગીમાં 1076 બેડની વ્યવસ્થા હતી જેમાં 882 દર્દીઓ સારવારમાં હતા. તે સમયે લોકોને બેડ શોધવા મથામણ કરવી પડતી હતી. ICU બેડની તંગી એ સમયમાં ઉભી થઈ હતી પણ તંત્ર અને ખાનગી હોસ્પિટલમાં લોકોને સુવિધા મળી રહેતી હતી.

30 મે ના દિવસની સ્થિતિ અને કેસ

ભાવનગર શહેરમાં હાલ એટલે કે 30 મે સુધીની વાત કરવામાં આવે તો લોકોના મનમાં ડર અને ચિંતાનો માહોલ નથી પણ ત્રીજી લહેરમાં બાળકોને લઈને ક્યાંક ચિંતિત જરૂર છે. 30 મે ના રોજ 27 કેસ નોંધાયેલા છે અને સરકારી હોસ્પિટલમાં 963 બેડની સામે 149 દર્દીઓ સારવારમાં છે. જ્યારે, ખાનગી હોસ્પિટલના 1116 બેડ પર 259 દર્દીઓ સારવારમાં છે. કોરોના સંક્રમણના કેસ ઘટતા લોકો બજારમાં નીકળતા થયા છે તો વ્યાપાર જગતમાં પણ મહદઅંશે વેગ જોવા મળ્યો છે. લોકોને કોરોના સાથે આર્થિક તંગી સતાવી રહી છે. એક તરફ સંક્રમણ અને બીજી તરફ રોજગારી અને લોકડાઉનમાં લોકો ખૂબ માનસિક પરિસ્થિતિમાં પણ આગળ વધી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.