- ભાવનગરમાં ચોના અને ચાંદીના ઘરેણાની ચોરી
- નિકાહ જવેલર્સ નામની દુકાનમાં થઈ ચોરી
- રૂપિયા 4.70 લાખનો મુદ્દામાલ લઈ ચોર થયા ફરાર
ભાવનગરઃ શહેરમાં સોનાના વેપારી પોતાની દુકાનને ઉત્તરાયણના આગળના દિવસે દુકાનના શટરને તાળું મારીને ઘરે ગયા અને રાત્રે તસ્કરો એક નકુચો તોડીને રૂપિયા 4.70 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા.
મોડી રાત્રે તસ્કરોએ તાળુ તોડી કરી ચોરી
ભાદેવાની શેરીમાં ભાગીદારીમાં દુકાન ધરાવતા નિકાહ જવેલર્સની દુકાનને 13 તરીખે રાત્રે વેપારી રવિ ભાળિયાદ્રા અને તેના ભાગીદાર તૌફિકભાઈએ દુકાનને તાળું મારીને ઘરે જતા રહ્યા હતા. ત્યારે ઉત્તરાયણની વહેલી સવારે રવિને દુકાનની બાજુમાં રહેતા છાપાવાળા ગોપાલનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે એટલે રવિ દુકાને આવતા ગોપાલભાઈ અને તેમના ભાગીદાર તૌફિક અને તેના પિતા રફીકભાઈ સ્થળ પર હતા. રાત્રે તસ્કરોએ લાખો રૂપિયાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે 4.30 આસપાસ તસ્કરોએ ભાદેવાની શેરીમાં પ્રવેશીને નિકાહ નામની રવિની દુકાનને નિશાન બનાવી હતી. શટરમાં એક તાળું હોવાથી તસ્કરોએ તાળું તોડીને દુકાન અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં એલ્યુમિનિયમ સેક્શન હોવાથી તસ્કરોએ ચોરી કરવા એલ્યુમિનિયમ સેક્શનનો કાચ તોડીને પ્રથમ CCTV તોડ્યા હતા અને બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.
ચાંદીની ચિઝો
- 925 ઇમ્પોર્ટડ જવેલરી
- લેડીઝની નાની મોટી વીંટીઓ
- જેન્ટ્સની વીંટીઓ
- કુલ 150 ચિઝો 1 કિલોગ્રામની
- કિંમત - રૂપિયા 70,000
ચાંદીની અન્ય ચિઝો
- ચાંદીના છડા
- પરચુરણ માલ
- ચાંદીના ઇસ્લામિક સિક્કા
- વજન ચિઝોનું 5 કિલોગ્રામ
- કિંમત - રૂપિયા 2,00,000
સોનાની ચિઝો
- ગોળ બુટ્ટીઓ
- ડાયમંડ વીંટી
- નકુચી બુટ્ટી
- નાની ડાયમંડ બુટ્ટી
- પેન્ડલ અને બાળકની વીંટી, પેન્ડલ
- ચુકો,અન્ય નાની ચિઝો,
- પ્લાસ્ટિકની વીંટીઓ
- કિંમત - રૂપિયા 2,00,000
આમ તસ્કરોએ રાત્રે દુકાનમાંથી સોના, ચાંદીના ઘરેણાં અને પરચુરણ ચિઝો મેળવીને કુલ રૂપિયા 4,70,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવને પગલે એએસપી સફિન હસન સહિત પોલીસની અલગ-અલગ ટીમોએ સ્થળ પર પહોંચીને તપાસ આદરી છે અને વેપારીએ અજાણ્યા શખ્સો સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.