ETV Bharat / city

GST વિભાગે કર ચોરીમાં જપ્ત કરેલા વાહનમાં કોપર સ્ક્રેપની ચોરી, વેરા વિભાગે કરી ફરિયાદ - બહુમાળી ભવન

ભાવનગરમાં બહુમાળી ભવનમાં આવેલી નાયબ વેરા કમિશ્નરની કચેરીએ (Office of Deputy Commissioner of Taxes) કર ચોરીમાં પકડેલા વાહનોમાંથી કોપર અને સ્ક્રેપની (Theft of copper scrap in vehicles seized in tax evasion) ચોરી થવાના કિસ્સા સામે આવ્યા છે. વાહન ચલાકના ડ્રાઈવર સામે અંતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

GST વિભાગે કર ચોરીમાં જપ્ત કરેલા વાહનમાં કોપર સ્ક્રેપની ચોરી,  વેરા વિભાગની શુ ફરિયાદ ? જાણો

author img

By

Published : Feb 12, 2022, 9:53 AM IST

ભાવનગર: ભાવનગરમાં બહુમાળી ભવનની નાયબ વેરા કમિશ્નર કચેરીની મોબાઈલ સ્કોર્ડ ટીમો ચેકીંગમાં કર ચોરી કરનાર વાહનોને માલસામાન સાથે ઝડપી રહી છે. નવાઈની વાત એવી છે કે, કર ચોરીમાં રહેલા વાહન માલસામાન સાથે ઝડપાયા બાદ વાહનમાંથી કોપર સ્ક્રેપ (Theft of copper scrap in vehicles seized in tax evasion) માલસામાન રાત્રી દરમિયાન ચોરી થઈ રહ્યો છે.

બે મોબાઈલ સ્કોર્ડ બનાવવામાં આવી

ભાવનગર બહુમાળી ભવનની નાયબ વેરા કમિશ્નર અન્વેષણ વિભાગ 9ની કચેરીની બે મોબાઈલ સ્કોર્ડ બનાવવામાં આવી છે. તારીખ 11 ફ્રેબ્રુઆરી 2022ના રોજ નાયબ વેરા કમિશ્નર કચેરીના (Office of Deputy Commissioner of Taxes) મોબાઈલ સ્કોર્ડ ટીમ 1ના અધિકારી પ્રિતેશ મીઠાલાલ દુધાતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 11 ફેબ્રુઆરી 2022ના રોજ મોબાઈલ સ્કોર્ડ ટીમ વરતેજ રંગોલી ચોકડીએ ટાટા પિકપ વાહન GJ 04 AW 3651 કોપર અને બ્રાસ સ્ક્રોપ વજન 3210 કિલો ભરેલી ઝડપી હતી. ડ્રાઈવર અરવિંદભાઈ પાસે બિલ માંગતા વેચનાર રિયા એન્ટરપ્રાઇઝ અમદાવાદ અને એન એચ એન્ટરપ્રાઇઝ જામનગર શંકાસ્પદ જણાતા વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક

કોપર અને બ્રાસ સ્ક્રેપની ચોરી

વાહન બહુમાળી ભવન મુકાવીને વાહનનો કબજો લઈ ચોકીદારને સોંપવામાં આવ્યા હતા. મોડી રાત્રે ડ્રાઈવર અરવિંદ બારૈયા અને અન્ય બે અજાણ્યા શખ્સો આવીને ચોકીદાર તુષારભાઈને ધમકાવી વાહન લઈ જઈ કલાક બાદ ખાલી ટાટા પિકપ વાહન પરત મૂકીને 3210 કોપર અને બ્રાસ સ્ક્રેપ કિંમત 19,44,242ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

આવી અગાવ ઘટના છતાં વેરા વિભાગની માત્ર ફરિયાદ

ભાવનગરના બહુમાળી ભવનમાં નાયબ વેરા કમિશ્નર કચેરી હોવાથી શંકાના આધારે જપ્ત કરેલા વાહનો બહુમાળી ભવનમાં રાખવામાં આવે છે. 29 જાન્યુઆરીએ ઝડપેલા આઈશર વાહનમાં GJ 04 X 6401 ઝડપાઇ હતી. જેના કજલક ઈમ્તિયાઝ હારુન કુરેશી હતો. આ ચાલક 4 ફેબ્રુઆરીએ પોતાનું વાહન છોડાવવા આવતા તેનું પુનઃ વજન કરતા આ વાહનમાં જપ્ત સમયે 5050 કિલો વજન હતું તેના બદલે 4025 કિલો વજન નોંધાયું હતું. આમ 1025 કિલો ઓછું વજન એટલે કોપર સ્ક્રેપની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોંધવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...

સરકારી મિલ્કતઓમાં અસામાજિક તત્વોના ત્રાસ

આમ એક ફરિયાદમાં બે ચોરીના બનાવો બનવા પામ્યા છે. સરકારી મિલ્કતઓમાં અસામાજિક તત્વોના ત્રાસના કિસ્સા જોવા મળે છે, ત્યારે એક માત્ર ચોકીદારના આધારે લાખોના માલસામાનની રખેવાળી થઈ શકે ખરા ? આ સવાલ ફરીયાદ બાદ હવે ક્યાંક વેરા વિભાગની કચેરી સામે જ ઉભો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.