ETV Bharat / city

ભાવનગરના નેસવડ ગામમાં જમાઇએ કરી પોતાના 3 વર્ષના સાળાની હત્યા - Murder in Neswad village

ભાવનગરના નેસવડ ગામે સસરાની સાથે રહેનારા ઘર જમાઈએ પોતાના 3 વર્ષના સાળાની છરીના ઘા ઝીકી હત્યા કરી દેતા ચકચાર મચી હતી. જમાઈ સવારથી જ તેના 3 વર્ષના સાળાને લઈ ફરાર થઇ ગયો હતો અને આખરે મોડી રાત્રીના ગુમ થયેલા 3 વર્ષનો બાળક હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. શિવમ નામના બાળકની છરીના ઘા ઝીકી ક્રૂરતા રીતે હત્યા કરવામાં આવી છે.

killed his 3-year-old brother-in-law
ભાવનગરના નેસવડ ગામમાં જમાઇએ કરી પોતાના 3 વર્ષના સાળાની હત્યા
author img

By

Published : Jul 9, 2020, 7:31 PM IST

નેસવડ ગામમાં જમાઇએ કરી પોતાના 3 વર્ષના સાળાની હત્યા

  • શિવમ નામના બાળકની છરીના ઘા મારી ક્રૂરતાથી હત્યા કરાઈ
  • પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી
  • પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો
  • આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ
    ભાવનગરના નેસવડ ગામમાં જમાઇએ કરી પોતાના 3 વર્ષના સાળાની હત્યા

ભાવનગરઃ જિલ્લાના નેસવડ ગામે સસરાની સાથે રહેનારા ઘર જમાઈએ પોતાના 3 વર્ષના સાળાની છરીના ઘા ઝીકી હત્યા કરી દેતા ચકચાર મચી હતી. જમાઈ સવારથી જ તેના 3 વર્ષના સાળાને લઈ ફરાર થઇ ગયો હતો અને આખરે મોડી રાત્રીના ગુમ થયેલા 3 વર્ષનો બાળક હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. શિવમ નામના બાળકની છરીના ઘા મારી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે.

નેસવડ ગામે રહેનારા શિવનાથ બિહારીના 3 વર્ષનો પુત્ર શિવમ બુધવારે સવારથી જ ગુમ થયો હતો, જો કે આ બાળક તેના બનેવી પાસે હોવાનું ખુલ્યું હતું. પરંતુ આ ગુમ થયેલા બાળકનો મૃતદેહ કાંટાની વાડમાં એક પાણીના ખાડા માંથી મળી આવતા પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.

સવારથી ગુમ થયેલા બાળકને તેનો બનેવી શા માટે લઈ ગયો અને શા માટે હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાળક તેના બનેવી સાથે હતો તેની જાણ પોલીસ ને કરાતા પોલીસે બનેવીની ઉલટ તપાસ શરૂ કરી હતી અને બાળક કયા છે તે પૂછતાં બનેવી પડી ભાંગ્યો હતો અને આખરે બાળકની તેને જ હત્યા કરી છે તેમ જણાવ્યું હતું. પોલીસ આ શખ્સને ઘટના સ્થેળ લઇ ગઈ હતી અને જ્યાં બાળકને નાળામાં ફેંકી દીધો હતો ત્યાંથી બાળકના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાળકના પિતાનું કહેવું છે કે તેની દીકરી અને જમાઈ વચ્ચે વારંમવાર બોલાચાલી થતી હતી અને તેનો ભોગ આ માસુમ બાળક બન્યો છે. ગત મોડી રાત્રે પરિવારને બાળક અંગે જાણ થતા પરિવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતા આ હત્યા તેને જ કરી હોવાનું કબુલાત કરતા પોલીસે આ આરોપીની અટકાયત કરી હતી. આ શખ્સે ખરેખર શા માટે બાળકની હત્યા કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.