- ભાવનગરમાં કોરોના રાક્ષસ રાવણથી મોટો બન્યો
- યાર્ડ અને જવાહર મેદાનમાં થતા રાવણ દહન બે વર્ષથી સતત બંધ રહ્યા
- ભાવનગર સહિત ગુજરાતમાં રાવણદહન બંધ રહેતા આગ્રાના લોકોની રોજીરોટી છીનવાઈ
- રાવણદહનમાં પૂતળા આગ્રાના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે
ભાવનગર: શહેરમાં છેલ્લા બે વર્ષથી આસુરી શક્તિનો નાશ કરવાના રાવણદહન (ravan dahan) કરવામાં આવ્યું નથી. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે સ્થળોએ થતું રાવણદહન બંધ છે. કોરોના રાક્ષસના પગલે રાવણ જેવા રાક્ષસનું પણ પતન કરવાનો મોકો લોકોને મળ્યો નથી. જોકે Etv Bharat એ રાવણદહનમાં શું ખર્ચ અને કોણ બનાવે છે રાવણ તેની માહિતી મેળવી છે, ચાલો જાણીએ...
ભાવનગરના બે સ્થળો પર રાવણદહન નહીં, ત્યારે 2021 ના વર્ષમાં પણ બંધ
ભાવનગર શહેરમાં પૂર્વ વિસ્તારમાં જવાહર મેદાનમાં રાવણદહન કરવામાં આવે છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પણ યાર્ડ ખાતે રાવણદહન કરવામાં આવે છે. હાલ જવાહર મેદાન ખાલીખમ છે અને યાર્ડમાં પણ ખેડૂતોની ચિજો નજરે પડે છે. છેલ્લા બે વર્ષથી રાવણ કરતા ક્યાંક મોટો રાક્ષસ કોરોના આવ્યો હોય તેમ મનુષ્યો જાહેરમાં એકઠા થઇ શકતા નથી. જેને પગલે રાવણદહન (ravan dahan) કરવામાં આવી રહ્યું નથી. આ વર્ષે વિજયદશમીના દિવસે રાવણદહન કરવામાં આવ્યું નથી. રાવણ દહન ભાવનગર શહેરમાં જોવા મળશે નહીં.
રાવણ કોણ બનાવે છે અને કેટલો ખર્ચ થાય જાણો ખાસ
શહેરમાં જવાહર મેદાનમાં રાવણદહન (ravan dahan) સિંધી સમાજની બનેલી કમિટી દ્વારા કરવામાં આવે છે. 1952 થી સિંધી સમાજ રાવણદહન (ravan dahan) કરી રહ્યો છે. પ્રથમ રેલી નીકળે છે, જેમાં ભગવાન શિવ, રામ, લક્ષ્મણ, સીતા, રાવણ, હનુમાન વગેરેની વેશભૂષામાં સિંધી ભાઈઓ હોય છે. જવાહર મેદાનમાં થતા રાવણદહનમાં અઢી લાખનો ખર્ચ થાય છે. રાવણદહનના બનતા પૂતળા બનાવવાનું કામ આગ્રાથી આવતા ખાસ ટીમ બનાવે છે. જે સમગ્ર ગુજરાતમાં 80 ટકા પૂતળા બનાવે છે. ફટાકડા તેઓ લાવે છે અને ભાવનગરમાં જ્યાં રાવણદહન હોઈ તેના તેના પૂતળા ઉભા કરે છે. રાવણદહન પૂર્ણ થાય નહિ ત્યાં સુધી તેઓ હાજરી આપે છે. પૂતળાથી કેટલું લોકોનું અંતર હોવું જોઈએ તે પણ તેઓ નક્કી કરે છે અને બાઉન્ડરી બનાવે છે. બે વર્ષથી રાવણદહન નહિ થવાથી આગ્રાના ભાઈઓની રોજી રોટી પણ છીનવાઈ છે.