ભાવનગર જિલ્લામાં રાજકીય કાવાદાવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવા વર્ષમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ફેરબદલી શરુ થવા લાગી છે. ભાવનગર જીલ્લાના સિહોર શહેરના કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન કોતરે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને જિલ્લા કક્ષાએ ફરી ફટકો લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગીતાબેન કોતર ખુબ એક્ટીવ અને સિહોર શહેરના નગરસેવક પણ છે. ત્યારે તેમના રાજીનામાંથી મહિલા પાંખમાં ચહલપહલ જોવા મળે છે. ગીતાબેન કોતરે સોમવારે અંગત કારણ જણાવી રાજીનામાનો પત્ર લખ્યો છે.
ગીતાબેન કોતર ભાજપના યોજયેલા સ્નેહમિલનમાં હાજરી આપીને ભગવો પહેરી લેતા અનેક ચર્ચાઓ થવા લાગી રહી છે.