- મનપાની શિક્ષણ સમિતિમાં નવા ચેરમેન શિક્ષણ પરિવારના શિશિર ત્રિવેદી
- ગુજરાતના સાહિત્યકાર મનોહર ત્રિવેદીના પુત્ર છે શિશિર ત્રિવેદી
- શિશિરભાઈના પરિવારમાં બધા શિક્ષકો અને પોતે પણ વકીલાત અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા
- આગામી દિવસોમાં ગિજુભાઈ બધેકાની પ્રવૃત્તિ શિક્ષણ પર ભાર મુકશે નવા ચેરમેન
ભાવનગર: જિલ્લાની શિક્ષણ સમિતિમાં નવી આવેલી બોડીને પગલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી મંગળવારે શિક્ષણ સમિતિમાં યોજાઈ હતી. શિક્ષણ સમિતિમાં ચૂંટણી થતા શિશિર ત્રિવેદી કે જેમનો સંપૂર્ણ પરિવાર શિક્ષક છે, તેમના શિરે ચેરમેન પદ મૂકવામાં આવ્યું છે. તો વાઇસ ચેરમેન પદે રાજદીપસિંહ જેઠવાની નિમણૂક કરાઈ છે. મનપાની ચૂંટણી બાદ શિક્ષણ સમિતિમાં નવા બોડી માટેની કવાયત બાકી રહી હતી. નવી ચૂંટાયેલી બોડીમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિ નવપરા ખાતે મળેલી નવી બોડીની બેઠકમાં સર્વાનુમતે શિશિર ત્રિવેદીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો વાઇસ ચેરમેન તરીકે રાજદીપસિંહ જેઠવા સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પૂર્વ ચેરમેન નિલેશ રાવળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ભાવનગરમાં મનપાના નવા નિયમમાં કોમન પ્લોટ 2 હજાર ચો. મીટર માટે જરૂરી
કોણ છે શિશિરભાઈ ત્રિવેદી, કેમ શિક્ષણ સાથે તેમના પરિવારનો નાતો ?
શિશિર ત્રિવેદી નાનપણથી સ્વયંસેવક સંઘ એટલે RSS સાથે જોડાયેલા છે. એટલે પાયામાં હિન્દુત્વ અને સંસ્કારોનું સિંચન છે. સૌથી મોટી વાત એ છે કે, શિશિરના પિતા મનોહર ત્રિવેદી જેઓ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર છે અને ઘરમાં શિશિરભાઈના દરેક શિક્ષક છે. વકીલાત કરતા અને શિક્ષક તરીકે પણ યુનિવર્સીટીમાં સેવા આપી ચૂકેલા શિશિરભાઈને યોગ્ય સ્થાને યોગ્ય પદ ક્યાંક આપવામાં આવ્યું હોય તેવું જરૂર પ્રતિત થાય છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું બજેટ રજૂ કરાયું
શિશિરભાઈ શિક્ષણમાં ક્યાં વધુ ભાર મૂકશે અને શું કહેવું છે તેમનું
શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલમાં જે દિશામાં સરકારની શિક્ષણ નીતિ કામ કરી રહી છે, તે દિશામાં આગળ વધવામાં આવશે. તેમજ ગિજુભાઈ બધેકાની પ્રવૃત્તિનું શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવશે. એટલે કે ભાર વગરનું શિક્ષણ. શિક્ષણનું સ્તર કેવી રીતે મજબૂત કરી શકાય અને કઈ રીતે વધારી શકાય તે દિશામાં ચાલવાની નવા ચેરમેને ક્યાંક પોતાની નીતિ જાહેર કરી છે.