ભાવનગરઃ પૂર્વનું અકવાડા ગામ મનપામાં ભળી ગયા બાદ પૂર્વના ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ અકવાડાના તળાવને રમણીય બનાવવાના હેતુથી ઝૂંબેશ ઉપાડી હતી. અકવાડા તળાવ તૈયાર થતા શિક્ષણ પ્રધાનના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો છે. મનપાની ચૂંટણી માથે છે ત્યારે પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના પૂર્વમાં આવેલું અકવાડા ગામ મહાનગરપાલિકામાં ભળી ગયું છે. એવામાં વિભાવરીબેન દવેએ ગામના તળાવ માટે વિકસાવવા ઝૂંબેશ હાથ ધરી હતી. ઝૂંબેશના પગલે એક કે બે વર્ષ પછી હવે ભાવનગરવાસીઓ માટે આ તળાવને ખુલ્લું મુકવામાં આવ્યું છે. વિભાવરીબેન દવેએ પોતાની ગ્રાન્ટમાંથી 11 કરોડ જેવી રકમ આપીને તળાવને ફરવા લાયક સ્થળ બનાવ્યું છે.
તળાવના લોકાપર્ણનો કાર્યક્રમ તળાવ પર રાખવામાં આવ્યો હતો. જેમા મેયર સહિતના મનપા કમિશ્નર અને ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે બાળકોને રમવાના સાધનો સાથે તળાવ પર ચાલવા પાળી પણ બનાવવામાં આવી છે.
વિભાવરીબેનના પ્રયાસે આ તળાવનું નામ અકવાડા લેક આપવામાં આવ્યું છે. હાલ તંત્ર દ્વારા અકવાડા લેકમાં જવા માટે સ્ત્રીઓ સાથે પરિવારનો પુરુષ હશે તો પુરુષને એન્ટ્રી મળશે. જો કે, હાલ ચર્ચામાં છે કે પુરુષોને એન્ટ્રી તેમનો પરિવાર હોઈ તો જ આપવો.