- ભાવનગરમાં ઉભુ કરવામાં આવ્યું એક નવુ કોવિડ સેન્ટર
- રુવાપરીની રક્તપિત્ત હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં પરીવર્તિત કરવામાં આવી
- 28 એપ્રિલથી હોસ્પિટલ શરુ કરવામાં આવશે
ભાવનગર: જિલ્લામાં કોરોના દર્દી માટે સર ટી હોસ્પિટલ માટે વધુ બેડની સુવિધા માટે રુવાપરીની રક્તપિત્ત હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં પરીવર્તિત કરવામાં આવી છે. કલેક્ટક દ્વારા હોસ્પિટલનું ચેકીંગ કરીને 28 તારીખથી શરૂ કરવામાં આવશે, જેથી દર્દીઓની સુવિધામાં વધારો થશે અને તંત્રને પણ થોડી રાહત થશે.
આ પણ વાંચો : ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો
નવી હોસ્પિટલમાં કેવી સુવિધા
ભાવનગર નવા બંદર રોડ પર એક્સેલ કંપની સામે આવેલી રક્તપિત્ત દર્દીની હોસ્પિટલ કોવિડ સેન્ટરમમાં બદલાઈ છે, જેમાં પ્રથમ OPD વિભાગ અને 5 વોર્ડ છે. જે જૂની ઇમારત વાળા વોર્ડ છે જેને રંગરોગાન કરવામાં આવ્યા છે. ઓક્સિજન પાઇપ લાઈનો ગોઠવાઈ છે 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલ સર ટી હોસ્પિટલ સંચાલિત રહેશે એટલે સર ટી હોસ્પિટલમાં જેનું ઓક્સિજન લેવલ સામાન્ય કરતા 10 ટકા ઓછું હોય તેવા દર્દીને મોકલવામાં આવશે એટલે ગંભીર દર્દીઓ માટે સર ટી હોસ્પિટલમાં વ્યવસ્થા રાખી શકાય. કલેક્ટરે ઓક્સિજન પર જણાવ્યું હતું કે શ્રી રામ અને હેરાલ્ડ જેવી બે કમ્પનીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યો છે એટલે ચિંતાની કોઈ વાત નથી.