ETV Bharat / city

રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ભાવનગરમાં પ્રથમ અરજી - ભાવનગર માર્કેટિંગ યાર્ડ

રાજ્ય સરકાર દ્વારા હાલમાં લાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ કાયદાની અમલવારી થયા બાદ ભાવનગરમાં તેનો પ્રથમ ઉપયોગ થયો છે. દબાણ મામલે ભાવનગર યાર્ડ દ્વારા કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા યાર્ડની જમીન પચાવીને કબજો જમાવનારા સામે કલેકટરમાં અરજી કરી છે.

રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ અરજી ભાવનગરમાં થઈ

author img

By

Published : Dec 23, 2020, 10:08 PM IST

Updated : Dec 23, 2020, 10:24 PM IST

  • લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ભાવનગર યાર્ડે કર્યો પ્રથમ ઉપયોગ
  • ભાવનગરમાં આ કાયદા હેઠળ કરાઈ અરજી
  • માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરાઈ

ભાવનગરઃ રાજ્ય સરકારે બનાવેલા નવા કાયદા એટલે જમીન ઉપર થયેલા દબાણ અથવા કોઈ ખોટી રીતે જમીનનો કબજો મેળવી લીધો હોઈ અને બાદમાં દબાણ હટતું ના હોઈ ત્યારે આ કાયદો લાભકારક નીવડવાની વાત કરવામાં આવેલી છે, ત્યારે આ લેન્ડ ગ્રેબિંગના નવા કાયદાનો ઉપયોગ ભાવનગરથી શરુ થયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા યાર્ડની જમીન પચાવીને કબજો જમાવનારા સામે કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે. યાર્ડમાં એક શખ્સ દ્વારા કરવામાં આવેલા દબાણને દુર કરવા જતા માથાભારે હોવાનું યાર્ડના વાઈસ ચેરમેને જણાવ્યું છે. છત્રપાલસિંહ પરમાર યાર્ડની જમીન પચાવીને પોતાની કમાણી કરતો હોવાની અરજી સેક્રેટરી મારફત કરી છે.

નવા કાયદાથી શુ થશે લાભ

ભાવનગર યાર્ડમાં વાઈસ ચેરેમને સેક્રેટરીને દબાણનો મામલો આપ્યા બાદ 22 ડીસેમ્બરના રોજ અરજી કરવામાં આવી હતી અને ત્યારેબાદ કલેકટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ કાયદાના બનાવેલા સેલના કર્મચારીઓ દ્વારા કામ પણ કરવામાં આવ્યું હતું. વાઈસ ચેરમેન છોટુભા ગોહિલે જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ કાયદાનો લાભ ઘણો છે. આજદિન સુધી જમીન ફરિયાદીને તેની છે તે સાબિત કરવાનું રહેતું હતું, પણ હવે લેન્ડ ગ્રેબિંગમાં આરોપીએ સાબિત કરવાનું રહેશે અને પુરાવા આપવાના રહેશે.

ભાવનગરમાં આ કાયદા હેઠળ કરાઈ અરજી

Last Updated : Dec 23, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.