ETV Bharat / city

ભાવનગર: આઝાદી સમયથી કરવામાં આવેલી માગને હજુ પણ સ્વીકારવામાં નથી આવી

આઝાદી બાદ પોતાનું રાજ્ય સોંપતા સમયે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પાસે તારાપુર રેલવે લાઈનની માગ કરી હતી અને તે સરદારે સ્વીકારી પણ હતી પરંતુ ત્યાર બાદ આ માગ માત્ર માગ બનીને રહી ગઈ છે. જિલ્લામાં જે અગાઉ રેલ્વે લાઈનો હતી તેને પણ બંધ કરવામાં આવી હતી.

train
ભાવનગર: આઝાદી સમયથી કરવામાં આવેલી માગને હજુ પણ સ્વીકારવામાં નથી આવી
author img

By

Published : Aug 28, 2021, 10:50 AM IST

  • ભાવનગર તારાપુર રેલવે લાઇન આઝાદીથી માત્ર માગ જ રહી પ્રજા માટે
  • કોંગ્રેસ હોય કે ભાજપની કેન્દ્ર સરકાર ભાવનગરને તારાપુર લાઇન માટે લોલીપોપ
  • ભાવનગર મહુવા, ધોળા ગઢડા જેવી લાઈનો સરકારોએ બંધ કરી

ભાવનગર: આઝાદી બાદ પ્રથમ સરકારની રચના કરવા માટે ભાવનગરના મહારાજાએ પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈને સોંપી દીધું હતું. ભાવનગર સોંપ્યા બાદ મહારાજાએ તારાપુર રેલવે લાઈન માટે માગ કરી હતી. પરંતુ આવેલી સરકારોએ તારાપુર લાઇન તો ન કરી પણ હતી એ લાઈનો બંધ કરીને પ્રજાની સુખાકારી છીનવી લીધી હતી. હવે આવેલી વિકાસની વાતું કરતી સરકારમાં પણ પ્રોજેકટ કાગળ ઉપર છે આગળ કાઈ નથી.

ભાવનગરના મહારાજાની ઈચ્છા હજુ અપૂર્ણ રજવાડું પ્રથમ સોંપવા છતાં અન્યાય

ભારતમાં અંગ્રેજોએ વાટ પકડ્યા બાદ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ દેશના 562 રજવાડાને એક કરી સ્વતંત્ર ભારતની સરકાર બનાવવા કમરકસી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજવદુબપ્રથામ સરદાર વલ્લભભાઈને ધરી દીધું હતું. ભાવનગર પ્રથમ રજવાડું આવ્યા બાદ 561 રજવાડા એક કરવામાં સરદાર લાગ્યા હતા. રજવાડું સોંપ્યું ત્યારે મહારાજાએ સરદારને તારાપુર રેલવે લાઇન કરવા માગ કરી હતી પણ આ માગ અત્યાર સુધી પૂરી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : અમેરિકાએ કાબુલ એરપોર્ટ હુમલાનો આપ્યો વળતો જવાબ, ISIS-K વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઈક

રેલવે તંત્રએ અને સરકારોએ શું કર્યું

ભાવનગરના તારાપુર રેલવે લાઇન માટે માગ ઉઠે એટલે સરકાર સર્વેના માત્ર કાળગ પર બતાવી દે છે અને નેતાઓ સર્વેના નામે રાજકારણ કરી લે છે. કોંગ્રેસના સમયમાં તારાપુર લાઇન તો ના બની પણ ભાવનગર મહુવા લાઇન એ પણ બંધ કરી દીધી હતી અને ગઢડા લાઇન પણ બંધ કરી દેવામાં આવી હતી. ભાવનગરની જે લાઈનો હતી એ પણ છીનવાઈ ગઈ હતી. આજે ભાજપની સરકાર છે. જિલ્લાના આગેવાનોએ ભાજપને અનેક વાર માગ કરી છે. કિશોરભાઈ ભટ્ટ ભાવનગર પ્રજાના હિતમાં દરેક રેલ મંત્રી કે જીએમ આવે એટલે રજુઆત તારાપુર અને મહુવા અલંગ ભાવનગર કોસ્ટલ રેલવે લાઈનની માંગ કરતા હોય છે.

ભાવનગર: આઝાદી સમયથી કરવામાં આવેલી માગને હજુ પણ સ્વીકારવામાં નથી આવી

આજની સરકારમાં તારાપુર રેલવે લાઇન ક્યાં અને તારાપુર શાં માટે

ભાવનગર તારાપુર લાઇન હાલમાં મોદીજીના ધોલેરા પ્રોજેકટ અંતર્ગત સમાવી લેવામાં આવી છે તેને પણ દસ વર્ષ થવા આવશે પણ કાગળ પર ડ્રિમ પ્રોજેકટમાં જરૂર છે. સાગર માળા યોજના તળે કોસ્ટલ ભાવનગર મહુવા રેલવે લાઇન હજુ પણ મોદી સરકારમાં કાગળ ઉપર છે. સરદારે મહારાજાની તારાપુર રેલવે લાઈનની માંગણી સ્વીકારી હતી તે બાદ આવેલી એક પણ સરકારે તેની સામે ફરીને જોયું નથી કેમ ? આ પ્રશ્ન પ્રજાના હૃદયમાં આજે પણ છે. તારાપુર લાઇન થાય તો ભાવનગર સુરતથી ટૂંકા માર્ગે જોડાય જાય અને શહેરનો અને પ્રજાનો વિકાસ થઈ શકે પણ તેવું કરવામાં કોઈને રસ નથી.

આ પણ વાંચો : Tokyo 2020 Paralympics: ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર, ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

ભાવનગર આવેલા જનરલ મેનેજર પાસવહીમ રેલવેના તેમનો જવાબ

ભાવનગર રેલવે ડિવિઝન હોવાથી વારંવાર પશ્ચિમ રેલવેના અલગ અલગ જીએમ આવતા રહ્યા છે હાલમાં પણ આલોક કંસલ જીએમ ભાવનગર કરેલા વિકાસના કામોને લઈને આવ્યા અને તેમને સર્વે ક્યાં ક્યાં ચાલુ છે તેના વિશે પૂછતાં તેમનો જવાબ ગળે ઉતરે તેવો નોહતો. જીએમએ જણાવ્યું કે, "તેમણે હાલ સર્વે કરાવ્યા છે જેના પરિણામ આવ્યા નથી. જોયા વગર જાણ વગર હુ કશું કહી શકું નહિ. સર્વે સબમિટ થયો હશે તો જોઈશું".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.