- મહાનગરપાલિકાએ થુકનાર સામે પણ કાર્યવાહી હાથ ધરી
- મહાનગરપાલિકા આગામી દિવસોમાં વધુ CCTVનો ઉપયોગ કરીને કડક બનશે
- 1,200 લોકો સામે કાર્યવાહી કરાઈ અને આશરે 5થી 7 લાખનો દંડ
ભાવનગર: જાહેરમાં રસ્તા પર કચરો ફેકવો કે પછી થુકવું ભારે પડે તેમ છે ભાવનગર શહેરમાં રોજના 7 થી 8 જેટલા કેસો રોજ કરવામાં આવે છે મહિનાના 20 દિવસ ચાલતી કામગીરીમાં હાલ સુધીમાં 1,200 કેટલા કેસો કરીને લાખોનો દંડ કરવામાં આવ્યો છે
મહાનગરપાલિકાનું કડક વલણ
ભાવનગર શહેરમાં જાહેરમાં કચરો નાખનાર માત્ર વેપારી નહિ પણ જાહેર જનતાને પણ ભારે પડી શકે તેમ છે, કારણ કે જાહેરમાં કચરો નાખનાર અને થુકનારને ખુલ્લી ત્રીજી આંખે નિહાળવામાં આવે છે, જે કદાચ રસ્તામાં નિકળનાર વ્યક્તિને ખબર નથી. CCTV પોલીસ તંત્રના નેત્રમ પ્રોજેકટમાં મહાનગરપાલિકાએ પોતાની એક ટીમ બેસાડી છે. રોજના 7થી 8 વ્યક્તિઓ ઓછામાં ઓછા કેમેરામાં જાહેરમાં થુકતા અને કચરો નાખતા ઝડપાઇ રહ્યા છે. મહાનગરપાલિકાએ સ્વચ્છ શહેર બનાવવા માટે કડક હાથે કામગીરી હાથ પર લીધી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં જાહેરમાં થૂંકતા લોકો સામે મનપાની કાર્યવાહી, 6 લાખથી વઘુ રૂપિયાનો દંડ વસૂલાયો
મહાનગરપાલિકાએ કેટલો દંડ લીધો અને કોનો ? દંડ ન આપે તો શું ?
ભાવનગર મહાનગરપાલિકાએ જાહેરમાં કચરો નાખનારા અને થુંકનારા સામે કડક કાર્યવાહી કરી છે. ભાવનગર શહેરમાં છેલ્લા પાંચેક મહિનાથી જાહેર રસ્તામાં કચરો નાખનાર કે થુંકનાર સામે 1,000 જેવો દંડ લેવામાં આવી રહ્યો છે. 1,200 જેટલા લોકોને દંડ કરવામાં આવ્યો છે અને મહિને આશરે 150થી 200 લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં 5થી 6 લાખ જેટલો દંડ કરવામાં આવી ચુક્યો છે, જે વ્યક્તિ દંડ આપવાની મનાઈ ફરમાવે તેની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હોય તેવા પણ આશરે 600 જેટલા લોકો છે.
પોલીસના કેમેરા હબે મહાનગરપાલિકા માટે આશિવાદરૂપ બન્યા
ભાવનગર શહેરમાં CCTV નેત્રમમાં મહાનગરપાલિકાની ટીમ ચેકીંગમાં બેઠતા હવે રસ્તા પર બાઇક લઈને નીકળતા કે કારમાંથી થુંકતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવાનો પ્રારંભ થયો છે. શહેરમાં હવે લોકોએ CCTV કેમેરાનું ધ્યાન માત્ર ટ્રાફિક નિયમ માટે નહીં પણ જાહેરમાં થુકતા લોકોને સાવચેત બની જવું પડશે.