- રેલવે વિભાગને ભાવનગરથી બાંદ્રા ટ્રેન દોડાવવા માટે મળી મંજૂરી
- અન્ય રાજ્યમાં વ્યાપાર કરનારાને મોટો ફાયદો
- બાંદ્રા ટ્રેન પાટા પર આવતા વ્યવસાયમાં ગતિ વધશે
ભાવનગર: ભાવનગરથી મુંબઈ જવા માટે અને મુંબઈથી ભાવનગર આવનારા લોકો માટે ખુશીના સમાચાર છે કે, આગામી દિવસોમાં રેલવે વિભાગ મુંબઇ બાંદ્રા ટ્રેનને રોજ શરૂ કરવા જઈ રહ્યું છે. વેક્સિનના સારા પરિણામ બાદ રેલવે તંત્ર આર્થિક ગાડીને પાટા પર ચડાવવા માટે રેલવેની ટ્રેનોને પાટા પર દોડતી કરવા જઈ રહ્યું છે. જેને પગલે રેલવે વિભાગને રોજ બાંદ્રા ટ્રેન દોડાવવા માટે મંજૂરી મળી ગઈ છે. બાંદ્રા ટ્રેન શરૂ થવાથી અન્ય રાજ્યમાં વ્યાપાર કરનારાને મોટો ફાયદો થશે.
![પશ્ચિમ રેલ્વે ઓફિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02bandratrainsharuavchirag7208680_09022021075907_0902f_00153_231.jpg)
બાંદ્રા કે અન્ય ટ્રેન બંધ થવાને કારણે અનલોકમાં ખુલેલા બજારમાં વ્યવસાયને વેગ તો આવ્યો છે પણ ટ્રેન જેવી સુવિધાના અભાવે અનેક વ્યવસાયકારોને વ્યવસાય હેતું બહારગામ જવામાં તકલીફ ઊભી થતી હતી. ભાવનગરમાંથી અનેક વસ્તુઓ અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે, ત્યારે હવે પોતાનું બજાર એટલે કે ગ્રાહકો સુધી પહોંચાડવામાં પરિવહન ક્ષેત્રે સરળ અને સસ્તી પડતી ટ્રેન શરૂ થવાથી ફાયદો થવાનો છે. મુંબઇ સાથે જોડાયેલા વ્યવસાયકારોને હવે બાંદ્રા ટ્રેન પાટા પર આવતા વ્યવસાયમાં ગતિ વધશે અને આર્થિક રીતે પણ ફાયદારૂપ બની રહેશે સાથે જ યાત્રાળુઓ માટે પણ ટ્રેન ફરી લાભકારક બનશે.