ETV Bharat / city

મોલની ઘણી મહેનત છતાં કરીયાણાની બજાર પર છૂટક વેપારીઓનો કબજો કેમ ? જાણો વિશેષ અહેવાલમાં - ઓનલાઇન ખરીદી

ભારતમાં સમગ્ર કરિયાણાની બજાર પર 98 ટકા કબજો છૂટક કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓનો છે. મોલમાં અનેક સ્કીમ અને હવે તો ઓનલાઇન ખરીદી તેમજ ઘર સુધી સગવડતા આપવા છતાં કરિયાણાની બજાર પર મોલ હાવી થઈ શકતું નથી, ત્યારે ઇટીવી ભારતે ઝીરો ગ્રાઉન્ડથી જાણવાની કોશિશ કરી હતી કે તેના કારણો શું છે.

મોલમાં ખરીદી કે પ્રોવિઝન સ્ટોર્સમાં? શું છે ભાવનગરી પ્રજાનો મત, જાણો વિશેષ અહેવાલમાં

author img

By

Published : Oct 17, 2020, 2:18 PM IST

ભાવનગર: ભારતમાં સૌથી મોટું માર્કેટ એટલે કે બજાર હોય તો તે છે કરિયાણાની બજાર કે જેની વાર્ષિક આવક જોવા જઈએ તો આશરે 19.9 લાખ કરોડ જેવું થાય છે, જો કે આ આંકડો વધુ પણ હોઈ શકે છે ત્યારે મોલની કંપનીઓની નજર કરિયાણાની બજાર પર છે. ઘણા વર્ષોથી મહેનત બાદ પણ કરિયાણાની બજાર કંપનીઓ સર કરી શકી નથી ત્યારે આ અંગે ઇટીવી ભારતે ગ્રાઉન્ડ ઝીરોથી ચકાસવાની કોશિશ કરી કે તેની પાછળના કારણો શું છે.

મોલમાં ખરીદી કે પ્રોવિઝન સ્ટોર્સમાં? શું છે ભાવનગરી પ્રજાનો મત, જાણો વિશેષ અહેવાલમાં

છૂટક દુકાનોની સરખામણીમાં મોલ કેમ નિષ્ફળ?

ભાવનગર જેવા 10 લાખની વસ્તી ધરાવતા શહેરમાં મોટી મોટી કંપનીઓ પોતાના મોલ ખોલી ચુકી છે. મોલમાં જનારા લોકોની સંખ્યા પણ છે પરંતુ કરિયાણાની બજાર હજુ મોલના મુકાબલે સફળ નથી. તેથી અમે મુલાકાત લીધી મોલની અને જાણવાની કોશિશ કરી કે આખરે ગ્રાહકો આકર્ષવામાં મોલ પાછળ કેમ રહી ગયું છે. અનેક મોલ ફર્યા બાદ એક મોલના મેનેજરે અમને હકીકત જણાવી હતી. મોલના મેનેજર ફોરમ ત્રિવેદીનું કહેવું છે કે મોલ રોકડીયો વ્યવસાય કરે છે જેના પગલે 2 થી 5 ટકા જ બજારમાં સફળતા મેળવે છે.

શું છે નાગરિકોનો મત?

અમે ગ્રાઉન્ડ ઝીરો એટલે કે કરિયાણાની દુકાન ધરાવતા અને નાગરિકોનો મત જાણવાની કોશિશ કરી હતી. નાગરિકો અને કરિયાણાની દુકાન ધરાવનાર વેપારીએ જણાવ્યું હતું કે ઉધારી એક કારણ છે જેને આપણે ઇંગ્લીશમાં ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ. ઉધારી આપવાથી ગ્રાહક જોડાયેલો નથી રહેતો કારણ કે તેની પાછળ પણ કરિયાણાની દુકાન ધરાવનાર વ્યક્તિઓ પોતાના ગ્રાહક સાથે એક આત્મીયતાના સબંધથી જોડાય છે. એક બીજાનું વર્તન અને વાણીનો વ્યવહાર તેની પાછળ જવાબદાર છે જેના પગલે ગ્રાહક કરિયાણાની દુકાનદાર સાથેની આત્મીયતામાં મોલ સુધી જવાનું ટાળે છે અને ખરીદી તેની પાસેથી કરે છે.

બજાર પર કબજો

ભારતમાં આશરે 19.9 લાખ કરોડની બજારમાં 3.4 કરોડની બજાર પર માત્ર મોલ એટલે મોટી કંપનીઓ કબજો જમાવી શકી છે, એટલું જ નહીં ઓનલાઇન ખરીદી અને ઘર સુધી કરિયાણું પહોંચાડવાની સેવા છતાં પણ લોકો ખરીદી કરી રહ્યા નથી તેની પાછળના બે કારણો છે, ઉધાર અને આત્મીયતા. જે મોલ ક્યારેય કરી શકવાનું નથી. આથી કરિયાણાની બજાર પર કબજો હંમેશા છૂટક કરિયાણાની દુકાનોનો રહેવાનો છે.

ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.