- ભાવનગરમાં ક્યાં વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે અને શહેરની નજીક હશે સ્ક્રેપ યાર્ડ
- મોડેસ્ટ કમ્પનીની બાજુમાં MODEST બનાવશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ
- દરેક જિલ્લામાં બનશે સરકારનો FITNESS CENTER જેમાં થશે સ્કેનિંગ
- વાહનો સ્ક્રેપ કરાવવા ફરજીયાત નહીં પણ મરજિયાત હાલમાં લોકો માટે નિર્ણય
ભાવનગરઃ શહેરમાં ત્રણ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાના છે ત્યારે સરકારે 15 વર્ષ જૂના વાહનો રોડ પરથી હટાવવા બનાવેલા કાયદાના અમલીકરણ બાદ વ્હીકલ સ્ક્રેપ યાર્ડને ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે વગીકલ સક્રર્પ યાર્ડની કામગીરીની પદ્ધતિ શું હશે અને ક્યાં વાહનોને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સ્ક્રેપ કરી શકશે આ બધા સવાલોકના જવાબ ETV BHARAT એ MOU કરનાર MODEST કંપનીના માલિક સાથે ખાસ વાતચીત કરી હતી.
વ્હીકલ સ્ક્રેપ યાર્ડનો અંદાજીત ખર્ચ અને MODEST ક્યાં બનશે સ્ક્રેપ યાર્ડ
ભાવનગર શહેરની નજીક લાકડીયા પુલ (કેબલ સ્ટેઇડ બ્રીઝ) પાસે આવેલી મોડેસ્ટ કંપની પોતાનો MOU નો કરાર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે કર્યો છે. MODEST પોતાનો વ્હીકલ સ્ક્રેપ યાર્ડ કેબલ સ્ટેઇડ બ્રીઝ પાસે પોતાની કંપનીની બાજુમાં બનાવશે. જગ્યાનો ખર્ચ નથી ત્યારે ફ્રાન્સ,જર્મની કે ઇટાલીથી ખાસ 17 કરોડ આસપાસનું સ્ક્રેપનું મશીન લાવવામાં આવશે જેનાથી કોઈ પણ વાહન સ્ક્રેપ થશે. હાલમાં 15 વર્ષ જૂના વાહનો માટે કાયદાના અમલીકરણની વાત છે.
દરેક જિલ્લામાં વાહનો માટે FITNESS CENTER
ભાવનગર શહેરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાની સાથે દેશમાં હાલ 1 કરોડ વાહનો હોવાનું સરકાર જણાવી રહી છે. ત્યારે ETV BHARAT એ MODESTના મેહુલભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ મોડેસ્ટની બાજુમાં બનાવશે. વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં સ્ક્રેપ કરવા એ જ વાહનો આવશે જેને સરકારે મંજૂરી આપી હોય એટલે કે સરકાર દરેક જિલ્લામાં વાહનો માટે FITNESS CENTER બનાવશે. આ FITNESS CENTER માંથી મંજૂરી મળ્યા બાદ તેને યાર્ડમાં સ્ક્રેપ કરવામાં આવશે. રબ્બર,પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થઇ શકશે. બાકી નહીં થાય તો યાર્ડમાં રખાશે. જ્યારે લોખંડ, કાસ્ટિંગ રિસાયકલિંગ થઈ જશે. સરકાર 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવા હાલ તો કોઈ ફરજિયાત રાખવામાં આવ્યું નથી પણ જેને સ્ક્રેપ કરવું હોય તે કરાવી શકે છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં મોડેસ્ટ સહિત અન્ય બે કંપનીઓ સ્થાપશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ
આ પણ વાંચોઃ જાણો, સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...